રૅકેટ જોઈને કન્ફ્યુઝ થયો સાનિયાનો દીકરો ઇઝહાન

10 April, 2020 06:49 PM IST  |  Mumbai Desk

રૅકેટ જોઈને કન્ફ્યુઝ થયો સાનિયાનો દીકરો ઇઝહાન

સાનિયા મિર્ઝાએ હાલમાં સોશ્યલ મીડિયા પર પોતાના દીકરા ઇઝહાનનો એક ફોટો શૅર કર્યો છે જેમાં તે હાથમાં રૅકેટ લઈને ઊભો છે અને થોડો કન્ફ્યુઝ દેખાઈ રહ્યો છે. લૉકડાઉનના માહોલમાં મોટા ભાગના પ્લેયરો પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. સાનિયાએ અપલોડ કરેલા આ ફોટો પર વહાબ રિયાઝ જેવા પ્લેયરોએ કમેન્ટ કરી હતી. કોરોના વાઇરસને પગલે લોકોને મદદ કરવા સાનિયા મિર્ઝાએ આગળ આવીને લોકોને પૂરતું ખાવાનું મળી રહે એ માટે પોતાનું યોગદાન આપ્યું છે. આ ફોટો અપલોડ કરીને સાનિયાએ લખ્યું છે, ‘જ્યાં સુધી મને લાગે છે એ વિચારી રહ્યો છે કે આ બધું શું ફુસ્સ થઈ ગયું?’

sports news sports sania mirza