ફેડ કપ હાર્ટ અવૉર્ડ જીતનારી પહેલી ભારતીય બની સાનિયા

13 May, 2020 03:28 PM IST  |  New Delhi | Agencies

ફેડ કપ હાર્ટ અવૉર્ડ જીતનારી પહેલી ભારતીય બની સાનિયા

સાનિયા મિર્ઝા

ટેનિસ-જગતની દિગ્ગજ મહિલા પ્લેયર સાનિયા મિર્ઝાએ કોરોનાના આ સમયમાં ઘરે બેઠાં-બેઠાં ઇતિહાસ રચ્યો છે. ફેડ કપ હાર્ટ અવૉર્ડ જીતનારી તે પહેલી ભારતીય બની છે. આ અવૉર્ડ માટે એશિયા ખંડમાંથી સાનિયા અને ઇન્ડોનેશિયાની પ્લેયર પ્રિસ્કા મેડલિન નુગ્રોહોને નૉમિનેટ કરવામાં આવી હતી. પોતાની ખુશી વ્યક્ત કરતાં સાનિયાએ કહ્યું કે ‘ફેડ કપ હાર્ટ અવૉર્ડ જીતનાર પ્રથમ ભારતીય બનવાનો મને ગર્વ છે. આ અવૉર્ડ હું મારા દેશ, ચાહકો અને એ દરેકને સમર્પિત કરું છું જેમણે મારા માટે વોટ કર્યો. આશા રાખું કે ભવિષ્યમાં મારા દેશ માટે હું વધારે સારું કામ કરી શકું. મને જે નાણાં મળ્યાં છે એને હું તેલંગણ ચીફ મિનિસ્ટર રિલીફ ફન્ડમાં કોરોનાના દરદીઓના ઇલાજ માટે ડોનેટ કરવા માગું છું.’

સાનિયાને આ અવૉર્ડ સાથે ૨૦૦૦ ડૉલરનો ચેક પણ આપવામાં આવ્યો છે. આ નાણાંનો ઉપયોગ તે કોરોનાગ્રસ્ત લોકોના ઇલાજ માટે કરશે.

sania mirza tennis news sports news