સંગકારાની સેન્ચુરીએ શ્રીલંકાની લાજ રાખી

29 December, 2011 05:41 AM IST  | 

સંગકારાની સેન્ચુરીએ શ્રીલંકાની લાજ રાખી



ડર્બન: સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટમૅચની સિરીઝમાં પ્રથમ ટેસ્ટ હારી ચૂકેલું શ્રીલંકા ગઈ કાલના ત્રીજા દિવસે જીતની ઑર નજીક પહોંચ્યું હતું. ફસ્ર્ટ ઇનિંગ્સમાં ૧૭૦ રનની લીડ લીધા પછી ગઈ કાલે બીજા દાવમાં શ્રીલંકાએ કુમાર સંગકારાના ૧૦૮ રનની મદદથી ૭ વિકેટે ૨૫૬ રન બનાવ્યા હતા અને એ સાથે લીડ સહિત કુલ ૪૨૬ રન ધરાવતું શ્રીલંકા સાઉથ આફ્રિકનોને તોતિંગ ટાર્ગેટ આપવાની તૈયારીમાં હતું. પ્રથમ દાવના સ્ટાર બૅટ્સમૅન થિલાન સમરવીરાએ ૪૩ અને બીજા ઝળકેલા બૅટ્સમૅન દિનેશ ચંદીમલે ૫૪ રન બનાવ્યા હતા. ડેલ સ્ટેને ત્રણ અને ઇમરાન તાહિરે બે વિકેટ લીધી હતી.

શ્રીલંકા વર્ષમાં એકેય ટેસ્ટમૅચ ન જીત્યું હોય એવું છેલ્લે ૧૯૯૭ની સાલમાં બન્યું હતું. જો સંગકારાએ ગઈ કાલે ૧૦૮ રન કરીને શ્રીલંકાને જીતની દિશામાં ન મૂક્યું હોત તો શ્રીલંકાએ ૧૪ પહેલાં જોયેલી નામોશી કદાચ ફરી જોવી પડી હોત.

પ્રથમ દાવમાં શ્રીલંકાના ૩૩૮ રન સામે સાઉથ આફ્રિકા ૧૬૮ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.

નંબર-ગેમ



દિનેશ ચંદીમલ કરીઅરની પ્રથમ ટેસ્ટમાં બે હાફ સેન્ચુરી કરનાર શ્રીલંકાનો આટલામો અને વિશ્વનો ૩૫મો પ્લેયર છે

૪૨૬

શ્રીલંકા ગઈ કાલે કુલ આટલા રનથી આગળ હતું અને હજી પણ એમાં ઉમેરો કરી શકે. એ જોતાં સાઉથ આફ્રિકાએ ટેસ્ટજગતના સૌથી ઊંચા ટાર્ગેટને મેળવવાનો પ્રયત્ન કરવો પડશે. વેસ્ટ ઇન્ડીઝે ઑસ્ટ્રેલિયા સામે ૨૦૦૩માં ૭ વિકેટે ૪૧૮ રન બનાવીને મેળવેલી જીત અત્યાર સુધીનો હાંસલ થયેલો સૌથી ઊંચો ટાર્ગેટ છે.