માર્ચ ૨૦૨૬ માટે પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીતવાની રેસમાં છે ભારતના સંજુ અને બુમરાહ

07 April, 2026 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિમેન્સ કૅટેગરીમાં ન્યુ ઝીલૅન્ડની મેલી કેર, ઑસ્ટ્રેલિયાની બેથ મૂની અને સાઉથ આફ્રિકાની આયાબોંગા ખાકા સામેલ છે.

માર્ચ ૨૦૨૬ માટે પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીતવાની રેસમાં છે ભારતના સંજુ અને બુમરાહ

ICCએ ગઈ કાલે માર્ચ ૨૦૨૬ માટે પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ માટે નૉમિનેટેડ પ્લેયર્સનું લિસ્ટ જાહેર કર્યું હતું. મેન્સ કૅટેગરીમાં ભારતના ઓપનર સંજુ સૅમસન અને પેસ બોલર જસપ્રીત બુમરાહ સાથે સાઉથ આફ્રિકાના વિકેટકીપર-બૅટર કૉનર એસ્ટરહુઇઝેન રેસમાં છે. વિમેન્સ કૅટેગરીમાં ન્યુ ઝીલૅન્ડની મેલી કેર, ઑસ્ટ્રેલિયાની બેથ મૂની અને સાઉથ આફ્રિકાની આયાબોંગા ખાકા સામેલ છે. મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં માર્ચમાં રમાયેલી ભારતની ૩ મહત્ત્વપૂર્ણ મૅચમાં સંજુ સૅમસને ૧૯૯.૨૭ના શાનદાર સ્ટ્રાઇક-રેટથી કુલ ૨૭૫ રન બનાવ્યા હતા. ભારતના મુખ્ય પેસ બોલર જસપ્રીત બુમરાહે આ ૩ મૅચ દરમ્યાન ૭ વિકેટ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડ સામેની ફાઇનલ મૅચમાં તેણે ૪ વિકેટ લીધી હતી.

cricket news sports news sports international cricket council jasprit bumrah indian cricket team