02 November, 2026 02:35 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અર્શદીપ સિંહ સાથે ગર્લફ્રેન્ડ સમરીન કૌર.
ક્રિકેટર અર્શદીપ સિંહ સાથેના સંબંધોને કારણે પંજાબી ઍક્ટ્રેસ સમરીન કૌર સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ટીકાઓનો સામનો કરી રહી છે. ક્રિકેટ ટૂર દરમ્યાન ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સાથે ફોટો શૅર કરતી સમરીન કૌરની પોસ્ટ પર પૈસા કે ખ્યાતિ માટે ડેટિંગ કરી રહી છે એવી કમેન્ટ્સ જોવા મળી રહી છે.
સમરીન કૌરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘મહિલાઓને નીચું જોતા જોઈને હું ખૂબ કંટાળી ગઈ છું. બિનજરૂરી મંતવ્યો, ધારણાઓ અને નકારાત્મકતા મહિલાઓને ખૂબ જ થકવી નાખે છે. હું ૧૭ વર્ષની ઉંમરથી આર્થિક રીતે સ્વતંત્ર છું અને પોતાના માટે એક સુખી જીવન બનાવ્યું છે. પછી ભલે હું સંબંધમાં હોઉં કે નહીં. મારી સોશ્યલ મીડિયા પ્રોફાઇલ જીવન પ્રત્યે તમારી નફરત વ્યક્ત કરવાની જગ્યા નથી.’