શ્રીલંકન ટીમના ઓલ્ડેસ્ટ અને યંગેસ્ટ પ્લેયરની ભાગીદારીએ આબરૂ સાચવી

27 December, 2011 05:33 AM IST  | 

શ્રીલંકન ટીમના ઓલ્ડેસ્ટ અને યંગેસ્ટ પ્લેયરની ભાગીદારીએ આબરૂ સાચવી



સમરવીરા ૩૫ વર્ષનો અને પ્રથમ ટેસ્ટ રમી રહેલો ચંદીમલ ૨૨ વર્ષનો છે. તેમની વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૧૧૧ રનની ભાગીદારી થઈ હતી. ઍન્જેલો મૅથ્યુઝની પાંચમી વિકેટ પડી ત્યારે સ્કોર ૧૬૨ હતો અને ચંદીમલની વિકેટ વખતે ટોટલ ૨૭૩ હતું. રમતના અંતે શ્રીલંકાના ૭ વિકેટે ૨૮૯ રન હતા.

સ્કોર-ર્બોડ

શ્રીલંકા : પ્રથમ દાવ

૮૯.૩ ઓવરમાં ૭ વિકેટે ૨૮૯ રન (સમરવીરા ૮૬ નૉટઆઉટ, ચંદીમલ ૫૮, મૅથ્યુઝ ૩૦, મર્ચન્ટ ડી લૅન્ગ ૬૦ રનમાં ચાર, મૉર્ની મૉર્કલ પંચાવન રનમાં બે અને ઇમરાન તાહિર ૮૭ રનમાં એક વિકેટ, ડેલ સ્ટેન પંચાવન રનમાં અને જૅક કૅલિસ ૨૪ રનમાં એકેય વિકેટ નહીં) ટૉસ : શ્રીલંકા

નંબર-ગેમ

૧૯

ડેલ સ્ટેનની ગઈ કાલે વિકેટ વિનાની આટલી ઓવર જોવા મળી હતી. આ પહેલાં ૨૦૦૬માં શ્રીલંકા સામે જ તેની ૨૨.૪ ઓવર વિકેટ વિનાની હતી

૨૫૦

શ્રીલંકાનો સાઉથ આફ્રિકા સામે છેલ્લી ૧૧ ઇનિંગ્સમાં આટલા રનનો આંકડો પાર કયોર્ હોય એવો ત્રીજો જ બનાવ ગઈ કાલે બન્યો હતો

૧૦,૦૦૦


માહેલા જયવર્દને ટેસ્ટમાં આટલા રન પૂરા કરનાર વિશ્વનો નવમો અને શ્રીલંકાનો પ્રથમ પ્લેયર છે. તે આટલા રન સુધી પહોંચનારાઓમાં ફિફ્થ-ફાસ્ટેસ્ટ છે