સલમાન ખાનના કુટુંબે લંકા પ્રિમિયર લીગમાં આ ટીમ ખરીદી...

21 October, 2020 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સલમાન ખાનના કુટુંબે લંકા પ્રિમિયર લીગમાં આ ટીમ ખરીદી...

સલમાન ખાન

બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના પરિવારે લંકા પ્રિમિયર લીગ (LPL)ની એક ટીમ ખરીદી છે. સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાને એલપીએલમાં રોકાણ કર્યું હતું.

સોહેલ ખાન અને તેમના પિતા સલીમ ખાને એલપીએલની ટીમ કેન્ડી ટસ્કર્સની ફ્રેન્ચાઈઝીને ખરીદી છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, સોહેલ ખાન અને સલીમ ખાન આ ટીમનું સંચાલન કરશે. સોહેલ ખાને મુંબઈમાં અમૂક મેચોનું આયોજન કર્યું છે. થોડાક જ દિવસ પહેલા ટી-20 લીગનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય ખેલાડીઓના સમાવેશની પણ વાત હતી.

21 નવેમ્બરથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ શ્રીલંકાના ત્રણ મેદાનોમાં રમાશે. ફાઈનલ મેચ 13 ડિસેમ્બરે થશે. સીઝનમાં પાંચ ટીમો વચ્ચે કુલ 23 મેચો રમાશે. શ્રીલંકાના ખેલાડીઓ ઉપરાંત 75 જેટલા વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ છે.

Salman Khan sohail khan cricket news sports news