ફ્રેન્ચ ઓપનમાં સાઇના વર્ષનું પાંચમું ટાઇટલ જીતવા મક્કમ

24 October, 2012 05:09 AM IST  | 

ફ્રેન્ચ ઓપનમાં સાઇના વર્ષનું પાંચમું ટાઇટલ જીતવા મક્કમ


પૅરિસ: રવિવારે ડેન્માર્ક ઓપનના ટાઇટલ સાથે આ વર્ષનું ચોથું ટાઇટલ જીતનાર વલ્ર્ડ નંબર ફોર બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલ આજે પૅરિસમાં શરૂ થતી ફ્રેન્ચ ઓપન સુપર સિરીઝની ટ્રોફી જીતવા દૃઢ છે. ચીનની ટોચની ત્રણેય પ્લેયરો આ સ્પર્ધામાં નહીં રમે એટલે સાઇનાને ફસ્ર્ટ સીડિંગ આપવામાં આવ્યું છે.

સાઇના ફસ્ર્ટ રાઉન્ડમાં વિશ્વની ૨૩મા નંબરની લી હૅન સામે રમશે. સાઇના આ મૅચ તેમ જ પછીની ક્વૉર્ટર ફાઇનલ સહિતની મૅચો જીતશે તો સેમી ફાઇનલમાં કદાચ તેનો મુકાબલો જર્મનીની જુલિયન શેન્ક સાથે થશે. રવિવારે સાઇનાએ શેન્કને ફાઇનલમાં હરાવીને ડેન્માર્કનું ટાઇટલ જીતી લીધું હતું.

ઑગસ્ટમાં લંડન ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા પછી બે મહિનાના આરામ પછી ચીનની વલ્ર્ડ નંબર વન વૉન્ગ યિહાનને હરાવ્યા પછી ડેન્માર્ક ઓપન જીતીને જબરદસ્ત ફૉર્મનો પુરાવો આપનાર સાઇના ૨૦૧૨ની સાલમાં અત્યાર સુધીમાં આ ચાર મોટી સ્પર્ધા જીતી ચૂકી છે : (૧) માર્ચમાં સ્વિસ ઓપન (૨) જૂનમાં થાઈલૅન્ડ ગ્રાં પ્રિ (૩) જૂનમાં ઇન્ડોનેશિયા ઓપન અને (૪) રવિવારે ડેન્માર્ક ઓપન સુપર સિરીઝ પ્રીમિયર.