ઈજાગ્રસ્ત હોવા છતાં સાઈનાએ જીતી ડેન્માર્ક ઓપન

22 October, 2012 05:36 AM IST  | 

ઈજાગ્રસ્ત હોવા છતાં સાઈનાએ જીતી ડેન્માર્ક ઓપન



ઑડેન્સ (ડેન્માર્ક): ભારતની વર્લ્ડ નંબર ફોર બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલે અઢી મહિના પહેલાં લંડન ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા પછી ઘણો આરામ કરીને ડેન્માર્ક ઓપન સુપર સિરીઝ પ્રીમિયર ટ્રોફીમાં પોતાની અસલી તાકાતનો પરચો કરાવ્યો હતો. ગઈ કાલે તેણે આ ટુર્નામેન્ટ જીતી લીધી હતી.

સાઇના અગાઉ સતત છ વખત ચીનની વર્લ્ડ નંબર વન વૉન્ગ યિહાન સામે હારી ગઈ હતી, પરંતુ શનિવારની સેમી ફાઇનલમાં સાઇનાએ તેને ૨૧-૧૨, ૧૨-૭થી હરાવી દીધી હતી. વૉન્ગે ઈજાને લીધે બીજા સેટમાં અધવચ્ચેથી રમવાનું છોડી દેતાં સાઇનાને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ગઈ કાલે સાઇનાએ જર્મનીની વર્લ્ડ નંબર સેવન જુલિયન શેન્કને ૩૫ મિનિટની અંદર ૨૧-૧૭, ૨૧-૮થી પરાજય આપી દીધો હતો.

ટુર્નામેન્ટ જીત્યા પછી સાઇના બેહદ ખુશ હતી. તેણે પત્રકારોને કહ્યું હતું કે ‘હું ડેન્માર્કનો તેમ જ મારો ઉત્સાહ વધારવા બદલ ભારતીય બૅડમિન્ટનપ્રેમીઓનો ખૂબ આભાર માનું છું. હું આ ટુર્નામેન્ટ જીતીશ એવી મેં કલ્પના પણ નહોતી કરી. થોડા દિવસથી મારું ઘૂંટણ ખૂબ દુખતું હતું, પરંતુ મને છેક સુધી રમતા રહેવાની શક્તિ આપવા બદલ હું ઈશ્વરની આભારી છું.’

૧૬ લાખ રૂપિયા જીતી

સાઇના ગઈ કાલે ડેન્માર્કના ટાઇટલ સાથે ૩૦,૦૦૦ ડૉલર (૧૬,૨૦,૦૦૦ રૂપિયા) પણ જીતી હતી