ચીની પ્લેયરને હરાવીને સાઇના નેહવાલ પહોંચી બીજા રાઉન્ડમાં

25 October, 2012 05:36 AM IST  | 

ચીની પ્લેયરને હરાવીને સાઇના નેહવાલ પહોંચી બીજા રાઉન્ડમાં



પૅરિસ: રવિવારે ડેન્માર્ક ઓપન જીત્યા પછી હવે ભારતની વર્લ્ડ નંબર ફોર બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલે ગઈ કાલે ફ્રેન્ચ ઓપન સુપર સિરીઝ ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી હતી. ચીનની ટોચની ત્રણેય પ્લેયરો આ સ્પર્ધામાં નથી રમી રહી, પરંતુ સાઇનાએ ગઈ કાલે ખૂબ નીચલા ક્રમની ચીનની જ લી હૅનને સંઘર્ષપૂર્ણ પ્રથમ રાઉન્ડની મૅચમાં ૨૧-૧૧, ૧૬-૨૧, ૨૧-૧૯થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કયોર્ હતો.