સહાએ બંગાળને કહ્યું, ‘અલવિદા’

03 July, 2022 06:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળે ગઈ કાલે વિકેટકીપર બૅટર વૃદ્ધિમાન સહાને અન્ય સ્ટેટમાંથી રમવા માટે એનઓસી આપી દીધું છે

સહાએ બંગાળને કહ્યું, ‘અલવિદા’

ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળે ગઈ કાલે વિકેટકીપર બૅટર વૃદ્ધિમાન સહાને અન્ય સ્ટેટમાંથી રમવા માટે એનઓસી આપી દીધું છે. આમ ૧૫ વર્ષના સંગાથનો ખરાબ રીતે અંત આવ્યો હતો. ભારત તરફથી ૪૦ ટેસ્ટ રમનાર સહા ઑક્ટોબરમાં ૩૮ વર્ષનો થશે. તેને ભારતીય ટીમ મૅનેજમેન્ટ દ્વારા આડકતરી રીતે હવે નૅશનલ ટીમમાં તક નહીં મળે એવું જણાવી દીધું હતું. ત્યાર બાદ સહાએ ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીની ટીકા કરી હતી અને હેડ કોચ દ્રવિડ સાથે પણ તેના સંબંધ સુમેળભર્યા નહોતા. બંગાળ અસોસિએશને કહ્યું કે સહાની વિનંતીને જોતાં તેને અન્ય સ્ટેટ તરફથી રમવા માટે એનઓસી આપવામાં આવ્યું છે. અગાઉ અસોસિએશનના જૉઇન્ટ સેક્રટેરી દેબબ્રત દાસે એવો આક્ષેપ મૂક્યો હતો કે સહા રાજ્ય  તરફથી રમાતી ડોમેસ્ટિક મૅચોમાં ભાગ લેવાનું ટાળતો હતો, જેનાથી સહા ગુસ્સે થયો હતો અને દાસને માફી માગવા જણાવ્યું હતું.

sports news cricket news