કોરોના વાઇરસથી બચવા સ્માર્ટ અને પ્રોટેક્ટિવ રહેવું જરૂરી : રોહિત શર્મા

17 March, 2020 12:06 PM IST  |  New Delhi | Agencies

કોરોના વાઇરસથી બચવા સ્માર્ટ અને પ્રોટેક્ટિવ રહેવું જરૂરી : રોહિત શર્મા

રોહિત શર્મા

રોહિત શર્માનું કહેવું છે કે સ્માર્ટ અને પ્રોટેક્ટિવ બની કોરોના વાઇરસ સામે ફાઇટ કરવી જોઈએ. દુનિયાભરમાં આ વાઇરસને લઈને ઘણી હો-હા થઈ રહી છે. દરેક દેશ આને માટે તકેદારી લઈ રહ્યો છે, કારણ કે આ વાઇરસને કારણે અત્યાર સુધીમાં ૬૦૦૦થી વધુ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. આ વિશે રોહિત શર્માએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે. વિડિયોમાં રોહિત શર્માએ કહ્યું હતું કે ‘છેલ્લાં ઘણાં અઠવાડિયાં આપણે માટે ખૂબ જ મુશ્કેલ રહ્યાં છે.

દુનિયા ઠપ થઈ ગઈ છે અને એ જોવું ખૂબ દુખદ છે. આપણે એકસાથે મળીને આ પરિસ્થિતિને નૉર્મલ કરી શકીએ છીએ. આ નૉર્મલતા લાવવા માટે આપણે થોડા સ્માર્ટ અને પ્રોટેક્ટિવ બનવાની જરૂર છે. આપણી આસપાસની પરિસ્થિતિને સારી રીતે સમજી કોઈને પણ આ વાઇરસનાં લક્ષણ દેખાય તો તરત નજીકની મેડિકલ ઑથોરિટીને જાહેર કરવું જોઈએ. આપણે આ તકેદારી એટલા માટે રાખવી જોઈએ કે આપણાં બાળકો સ્કૂલમાં જવા ઇચ્છે છે, આપણે પણ મૉલમાં અને થિયેટર્સમાં જવા માગીએ છીએ.

આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આ સમયમાં આપણે સ્માર્ટ બનીશું. દુનિયાભરના ડૉક્ટર અને મેડિકલ સ્ટાફનો હું આભાર માનું છું જેઓ તેમની લાઇફને રિસ્કમાં મૂકીને સારવાર કરી રહ્યા છે. આ વાઇરસને કારણે જેમનું પણ મૃત્યુ થયું છે તેમની અને તેમની ફૅમિલી સાથે મારી પ્રાર્થના હંમેશાં રહેશે. કાળજી રાખો અને સેફ રહો.’

રોહિત શર્મા એકમાત્ર એવો પ્લેયર છે જે ટી૨૦માં ડબલ સેન્ચુરી કરી શકે છે : બ્રૅડ હૉગ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર બ્રૅડ હૉગનું કહેવું છે કે રોહિત શર્મા એકમાત્ર એવો પ્લેયર છે જે ટી૨૦માં ડબલ સેન્ચુરી મારી શકે છે. ટી૨૦ ઇન્ટરનૅશનલમાં અત્યાર સુધી સૌથી હાઇએસ્ટ રન ઍરોન ફિંચના છે જેણે ૭૬ બૉલમાં ૧૭૨ રન કર્યા હતા. ઓવરઑલ ટી૨૦માં ૨૦૧૩માં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર માટે ક્રિસ ગેઇલે ૬૬ બૉલમાં ૧૭૫ રન કર્યા હતા. બ્રૅડ હૉગ હાલમાં સોશ્યલ મીડિયા પર તેના ચાહકો સાથે વાતચીત કરી રહ્યો હતો. આ વાતચીત દરમ્યાન ટી૨૦માં કયો પ્લેયર ડબલ સેન્ચુરી કરી શકે છે એ વિશે પૂછતાં બ્રૅડ હૉગે કહ્યું હતું કે ‘અત્યારના સમયે રોહિત શર્મા એકમાત્ર એવો પ્લેયર છે જે આ ટાર્ગેટ અચીવ કરી શકે છે. સારો સ્ટ્રાઇક રેટ, અદ્ભુત ટાઇમિંગ અને ગ્રાઉન્ડના દરેક ખૂણામાં તેના શૉટ્સ દ્વારા સિક્સર મારવા માટે તે સક્ષમ છે.’

rohit sharma coronavirus cricket news sports news