આજે સચિન કરવા જઈ રહ્યો છે વધુ એક ભારતીય રેકૉર્ડ

08 December, 2011 04:44 AM IST  | 

આજે સચિન કરવા જઈ રહ્યો છે વધુ એક ભારતીય રેકૉર્ડ



(સાંઈ મોહન)

મુંબઈ, તા. ૮

સચિન કાંગારૂઓની ધરતી પર પાંચમી વખત રમવા જનાર ભારતનો પ્રથમ પ્લેયર બનશે. જાન્યુઆરી ૨૦૦૮માં ઍડીલેડ ટેસ્ટમાં સિરીઝની જે છેલ્લી ટેસ્ટમૅચ રમાઈ હતી એમાં સચિન પ્રથમ દાવના ૧૫૩ રન પછી બીજા દાવમાં માત્ર ૧૩ રન બનાવીને પૅવિલિયનમાં પાછો આવી રહ્યો હતો ત્યારે હજારો પ્રેક્ષકોએ તે છેલ્લી વખત ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ રમ્યો એવું ધારીને ઊભા થઈને માનભેર તેને વિદાય આપી હતી. ત્યારે ઑસ્ટ્રેલિયાના ઘણા ક્રિકેટલેખકોએ સચિન ઑસ્ટ્રેલિયામાં આખરી ટેસ્ટ રમ્યો એવા મથાળા સાથે લેખો લખ્યા હતા.

જોકે એપ્રિલ ૨૦૧૨માં ૩૯મી વરસગાંઠ ઉજવનાર સચિને એ બધાની ધારણા ખોટી પાડી છે અને ૧૯૯૧, ૧૯૯૯, ૨૦૦૩ અને ૨૦૦૭ પછી હવે ૨૦૧૧માં ઑસ્ટ્રેલિયાની ટૂર પર જઈ રહ્યો છે. આજે સચિન ઉપરાંત રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, ઇશાન્ત શર્મા, પ્રજ્ઞાન ઓઝા, ઉમેશ યાદવ અને વૃદ્ધિમાન સહા ઑસ્ટ્રેલિયા જઈ રહ્યા છે.