સચિન માસ્ટર બ્લાસ્ટર બન્યો એ પહેલાં વાનખેડે બૉલ-બૉય હતો

24 December, 2012 03:52 AM IST  | 

સચિન માસ્ટર બ્લાસ્ટર બન્યો એ પહેલાં વાનખેડે બૉલ-બૉય હતો



૧૯૮૭માં સચિન ભારતમાં આયોજિત વન-ડેના વર્લ્ડ કપ દરમ્યાન મુંબઈની મૅચોમાં બૉલ-બૉય હતો. ૧૯૮૮માં તે રણજી સહિતની ડોમેસ્ટિક મૅચોમાં ખૂબ ખીલ્યો હતો.

૧૯૮૮માં સચિને મુંબઈની એક ઇન્ટર-સ્કૂલ મૅચમાં વિનોદ કાંબળી સાથે ૬૬૪ રનની ભાગીદારી કરી હતી જેમાં સચિનના ૩૨૬ રન હતા.

૧૯૮૯માં સચિને ૧૬ વર્ષની ઉંમરે ઇન્ટરનૅશનલ કરીઅરની શરૂઆત કરી હતી.

સચિન ૧૯મા વર્ષે ઇંગ્લિશ કાઉન્ટીમાં રમીને ઇંગ્લૅન્ડની એ ડોમેસ્ટિક ક્રિકેટનો યંગેસ્ટ ભારતીય પ્લેયર બન્યો હતો. ૧૯૯૨માં તે યૉર્કશર કાઉન્ટીનો પ્રથમ વિદેશી પ્લેયર પણ બન્યો હતો.

તેનો ફેવરિટ સ્પોર્ટ્સસ્ટાર કોઈ ક્રિકેટર નહીં પણ ટેનિસપ્લેયર છે. જૉન મૅકેન્રો તેનો સૌથી માનીતો પ્લેયર છે.

૧૯૮૯માં કરાચીમાં કરીઅરની પ્રથમ ટેસ્ટ-મૅચમાં સુનીલ ગાવસકરે ગિફ્ટ આપેલા પૅડ પહેરીને રમ્યો હતો.

લગભગ આખી વન-ડે કરીઅરમાં બહુ વજનદાર બૅટથી રમ્યો.

તેના બૅટનું વજન દોઢ કિલો આસપાસ હતું.

વન-ડે કરીઅર પર નજર

પૂÊરું નામ : સચિન રમેશ તેન્ડુલકર

જન્મ : ૨૪ એપ્રિલ ૧૯૭૩ (ઉંમર : ૩૯ વર્ષ ૨૪૪ દિવસ)

મુખ્ય ટીમો : ભારત, મુંબઈ, એશિયા ઇલેવન, મુંબઈ ઇન્ડિયન્સ, યૉર્કશર

હુલામણા નામ : તેન્ડ્લ્યા, માસ્ટર બ્લાસ્ટર, લિટલ ચૅમ્પિયન

પ્રથમ મૅચ : ૧૮ ડિસેમ્બર ૧૯૮૯ (ગુજરાનવાલામાં પાકિસ્તાન સામે), છેલ્લી વન-ડે : ૧૮ માર્ચ ૨૦૧૨ (ઢાકામાં પાકિસ્તાન સામે)

બૅટિંગ : મૅચ : ૪૬૩, ઇનિંગ્સ : ૪૫૨, નૉટઆઉટ : ૪૧, કેટલા બૉલ રમ્યો? : ૨૧,૩૬૭, કેટલા રન બનાવ્યા? : ૧૮,૪૨૬ (વિશ્વમાં સૌથી વધુ), હાઇએસ્ટ : ૨૦૦ નૉટઆઉટ, બૅટિંગઍવરેજ : ૪૪.૮૩, સ્ટ્રાઇક-રેટ (દર ૧૦૦ બૉલદીઠ રન) : ૮૬.૨૩, સેન્ચુરી : ૪૯, હાફ સેન્ચુરી : ૯૬, ફોર : ૨૦૧૬, સિક્સર : ૧૯૫, કૅચ : ૧૪૦

બોલિંગ : મૅચ : ૪૬૩, ઇનિંગ્સ : ૨૭૦, કેટલા બૉલ ફેંક્યા? : ૮૦૫૪, કેટલા રન આપ્યા? : ૬૮૫૦, કેટલી વિકેટ લીધી? : ૧૫૪, બેસ્ટ-બોલિંગ : ૩૨ રનમાં પાંચ (એપ્રિલ ૧૯૯૮માં કોચીમાં ઑસ્ટ્રેલિયા સામે), બોલિંગઍવરેજ: ૪૪.૪૮, મૅચમાં ચાર વિકેટ : ચાર વખત, મૅચમાં પાંચ વિકેટ : બે વાર

નોંધ : (૧) સચિને ૧૯૪ ટેસ્ટ-મૅચમાં હાઇએસ્ટ ૧૫,૬૪૫ રન બનાવ્યા છે જેમાં ૫૧ સેન્ચુરી અને ૬૬ હાફ સેન્ચુરીનો સમાવેશ છે. તેણે ઇન્ટરનૅશનલ કરીઅર ૧૫ નવેમ્બર ૧૯૮૯ના દિવસે પાકિસ્તાન સામેની ટેસ્ટ-મૅચથી શરૂ કરી હતી. (૨) માસ્ટર બ્લાસ્ટર એક જ  ઇન્ટરનૅશનલ રમ્યો હતો. ડિસેમ્બર ૨૦૦૬ની સાઉથ આફ્રિકા સામેની એ મૅચમાં તેણે ૧૦ રન બનાવ્યા હતા.

એમઆરએફ = મદ્રાસ રબર ફૅક્ટરી