સચિન મોટી ઉંમરને કારણે ધીમો પડ્યો છે ને ફાસ્ટ બોલરો સામે તેનું ફૂટવર્ક સારું નથી : માર્ટિન ક્રો

07 September, 2012 05:46 AM IST  | 

સચિન મોટી ઉંમરને કારણે ધીમો પડ્યો છે ને ફાસ્ટ બોલરો સામે તેનું ફૂટવર્ક સારું નથી : માર્ટિન ક્રો

નવી દિલ્હી:

ક્રોએ www.cricinfo.com વેબસાઇટને કહ્યું હતું કે ‘માસ્ટર બ્લાસ્ટર વધતી જતી ઉંમરને કારણે ધીમો તો પડ્યો જ છે, પરંતુ તે હજી પણ સમસ્યાઓનો સારી રીતે સામનો કરવા કાબેલ છે. હાથ અને આંખ વચ્ચેના સમન્વયને લગતી કોઈ સમસ્યા તેને નથી નડતી. શૉટ મારતી વખતે તેના હાથમાં જે ઝડપ જોવા મળે છે એવી ઝડપ ૧૯૯૨માં પણ નહોતી જોવા મળતી. જે કાંઈ હોય, પણ તેનું બૉડી અગાઉ કરતાં સ્લો લાગી જ રહ્યું છે. બીજી એક ખાસ વાત એ છે કે ફાસ્ટ બોલરો સામે તેનું ફૂટવર્ક હવે પહેલાં જેવું નથી. તેમની સામે તે ઝડપથી યોગ્ય પૉઝિશનમાં નથી આવી શકતો.’