04 August, 2025 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકરે ફ્રેન્ડશિપ ડે પર બાળપણના મિત્રો સાથેનો વર્ષો જૂનો અને વર્તમાન સમયનો રસપ્રદ ફોટો એકસાથે શૅર કર્યો હતો.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકરે ગઈ કાલે ફ્રેન્ડશિપ ડે પર એક રસપ્રદ ફોટો શૅર કર્યો હતો. બાવન વર્ષના મુંબઈકર સચિને પોતાના બાળપણના મિત્રો સાથેનો વર્ષો જૂનો અને વર્તમાન સમયનો ફોટો એકસાથે શૅર કર્યો હતો. વર્ષો જૂના ફોટોમાં કોઈકની વર્ષગાંઠની પાર્ટીમાં સૌની નજર કૅમેરા તરફ હતી જ્યારે માત્ર સચિનની નજર કેક તરફ હતી.
માસ્ટર-બ્લાસ્ટરે સોશ્યલ મીડિયા પર આ ફોટો સાથે લખ્યું કે ‘દીર્ઘાયુષ્યનું મુખ્ય સૂચક સારા મિત્રો હોવા છે. હું ખરેખર ભાગ્યશાળી છું કે આટલાં વર્ષો પછી પણ મારા એ જ મિત્રો છે. બધાને ફ્રેન્ડશિપ ડેની શુભકામનાઓ. આ એક એવાં બંધનો છે જે સમયની કસોટી પર ખરા ઊતરે છે.’