પેટમાં ગડબડ થતાં અન્ડરવેઅરમાં ટિશ્યુ પેપર નાખીને રમવા ગયો હતો સચિન

23 November, 2014 04:59 AM IST  | 

પેટમાં ગડબડ થતાં અન્ડરવેઅરમાં ટિશ્યુ પેપર નાખીને રમવા ગયો હતો સચિન




સચિન તેન્ડુલકરનું એક વખત પેટ ખરાબ થઈ જતાં તે અન્ડરવેઅરમાં ટિશ્યુ પેપર નાખીને રમ્યો હતો. આ ઘટના ૨૦૦૩ના ICC વર્લ્ડ કપ દરમ્યાન બની હતી જ્યારે જોહનિસબર્ગમાં ૧૦ માર્ચે‍ ભારત અને શ્રીલંકા વચ્ચે મૅચ હતી. સચિન તેન્ડુલકરે આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વે’માં લખ્યું હતું કે ‘શ્રીલંકા સામેની મૅચમાં મારી હાલત ઘણી ખરાબ હતી. મૅચ પહેલાં મારા પેટમાં ગરબડ થઈ હતી. મેં મૅચ પહેલાં એનર્જી ડ્રિન્કમાં મીઠું નાખીને પીધું હતું. મને એમ કે એનાથી હાલત સુધરી જશે, પરંતુ એને કારણે મારા પેટમાં ભારે ગરબડ થઈ ગઈ. હાલત એટલી ખરાબ હતી કે હું અન્ડરવેઅરમાં ટિશ્યુ પેપર નાખીને મૅચ રમવા ગયો હતો એટલું જ નહીં, ડ્રિન્ક્સ બ્રેક દરમ્યાન હું ડ્રેસિંગ રૂમમાં પણ આવ્યો હતો.’

જોકે આવી પરિસ્થિતિમાં પણ તેણે ૧૨૦ બૉલમાં ૯૭ રન કર્યા હતા જે તમામ બૅટ્સમેન કરતાં વધુ હતા. પરિણામે ટીમ ઇન્ડિયા ૧૮૩ રનથી જીતી હતી.