મમ્મીને આજે હું પહેલી વાર નવો બંગલો બતાવવા લાવ્યો : સચિન

29 September, 2011 08:17 PM IST  | 

મમ્મીને આજે હું પહેલી વાર નવો બંગલો બતાવવા લાવ્યો : સચિન

 

ત્યાર પછી હું મુંબઈમાં નહોતો, પરંતુ હવે થોડા દિવસથી અહીં જ છું એટલે અમે જૂના ઘરમાંથી આ નવા બંગલામાં રહેવા આવી ગયા છીએ. આજે હું મારાં મમ્મીને પહેલી વાર આ બંગલો બતાવવા લાવ્યો છું. હું તો પૂજા પછી અહીં રહ્યો પણ હતો, પરંતુ મારા બન્ને બાળકોને હજી સુધી અહીં લાવી જ નથી શક્યો.’

મારું પહેલું પોતાનું ઘર : સચિન

સચિનને આ બંગલો પૂર્ણપણે પોતિકો લાગી રહ્યો છે. તેણે ગઈ કાલે કહ્યું હતું કે ‘સંપૂર્ણપણે પોતાનું ઘર કહેવાય એવા ઘરમાં રહેવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. મારું પણ એવું સપનું હતું જે આજે પૂÊરું થયું છે. આ પહેલાં હું બાંદરાના જ લા મેર બિલ્ડિંગના ફ્લૅટમાં રહેતો હતો, પરંતુ એ મેં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ મેળવ્યું હતું. એ ફ્લૅટ મેં ખાલી કરી દીધો છે અને ત્યાં હવે બીજો કોઈ સ્પોર્ટ્સમૅન રહેવા આવશે.’

૩૯ કરોડમાં જૂનો બંગલો ખરીદેલો

સચિને ચાર વર્ષ પહેલાં દાયકાઓ જૂનો બંગલો એક પારસી ફૅમિલી પાસેથી ૩૯ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એ બંગલા સહિતના ૯૦૦૦ સ્ક્વેરફૂટના પ્લૉટમાં નવો બંગલો બનાવવામાં આવ્યો છે.

બે માળ મેદાનની નીચે

અગાઉ બાંદરા (વેસ્ટ)ના લા મેર બિલ્ડિંગમાં રહેતા સચિનનો બાંદરા (વેસ્ટ)માં પેરી ક્રૉસ રોડ પરના નવા બંગલાનો કુલ વિસ્તાર ૯૦૦૦ સ્ક્વેરફૂટ છે. બંગલો ત્રણ માળનો છે અને બે બીજા માળ બેઝમેન્ટમાં છે. આ બંગલો સીઆરઝેડ (કૉસ્ટલ રેગ્યુલેશન ઝોન)-ટૂમાં હોવાથી મકાનની ઊંચાઈની બાબતમાં નિયંત્રણો પાળવામાં આવ્યાં છે અને બેઝમેન્ટના બે માળને બાદ કરતા પ્લૉટ પર ત્રણ જ માળ બાંધવામાં આવ્યા છે.

સચિનના પરિવારે ૧૧ જૂને સગાંસંબંધીઓની હાજરીમાં નવા બંગલામાં ગૃહ શાંતિ અને વાસ્તુ પૂજા રાખી હતી. સચિને લા મેર બિલ્ડિંગમાંના પોતાના જૂના ઘરમાંથી બહુ થોડું ફર્નિચર નવા બંગલામાં શિફ્ટ કરાવ્યું છે.

કિચન અપર-બેઝમેન્ટમાં

સચિન અને તેની પત્ની અંજલિનો બેડરૂમ ત્રીજા એટલે સૌથી ઉપલા માળે છે. પહેલો માળ તેમની પુત્રી સારા અને પુત્ર અજુર્ન માટે રાખવામાં આવ્યો છે. આ માળ પર બન્ને બાળકોના અલગ રૂમ છે. બીજો માળ મહેમાનો માટે છે.

ગ્રાઉન્ડ-ફ્લોરમાં પૂજાનો રૂમ, ડ્રૉઇંગ રૂમ તથા ડાઇનિંગ હૉલ છે. આ જ માળ પર સચિનની ટ્રોફીઓ અને ક્રિકેટને લગતી બીજી દુર્લભ ચીજો રાખવા માટેના શો-કેસ અને કબાટ છે. અપર-બેઝમેન્ટમાં કિચન, નોકરો માટેની રૂમો તથા માસ્ટર સર્વેઇલન્સ રૂમ છે. બીજું બેઝમેન્ટ કાર-પાર્કિંગ માટે અને સિક્યૉરિટી ગાર્ડ્સ માટે છે. ટૅરેસ પર સ્વિમિંગ પુલ છે.



સુપરસ્ટારનું નવું સરનામું : બાંદરા (વેસ્ટ)ના પેરી ક્રૉસ રોડ પરનો સચિન તેન્ડુલકરનો ૧૯-એ નંબરનો નવો બંગલો. તસવીરો : સંતોષ નાગવેકર, પ્રદીપ ધિવાર અને એએફપી

 

તમે પણ મોં મીઠું કરો : સચિને ગઈ કાલે સવારે પહેલી વાર નવા બંગલામાં રહેવા આવ્યા બાદ એની બહાર ઘણી વાર સુધી રાહ જોતાં બેઠેલાં બાળકો (એકદમ ઉપર)ને મીઠાઈ વહેંચીને તેમને ખુશ કરી દીધાં હતાં.

 

વિશ્વના ગ્રેટેસ્ટ ક્રિકેટરના સ્વાગત-બૅનર સામે વિરોધ : સવારે સચિન નવા બંગલામાં રહેવા આવ્યો એ પહેલાં સામેની હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓએ માસ્ટર બ્લાસ્ટરના સ્વાગત માટે લગાવવામાં આવેલા અવામી વેલ્ફેર અસોસિએશન ઑફ મહારાષ્ટ્રના બૅનર (ડાબે) સામે વાંધો લીધો હતો. સોસાયટીના રહેવાસીઓ અને અસોસિએશનના મેમ્બરો વચ્ચે દલીલબાજી થઈ હતી, પરંતુ મામલો શાંત પાડી દેવામાં આવ્યો હતો અને બૅનર રાખવાની છૂટ મળી હતી.