તેન્ડુલકરે પૉન્ટિંગની જેમ કરીઅરનું ભાવિ નક્કી કરી લેવું જોઈએ : અકરમ

13 December, 2012 05:47 AM IST  | 

તેન્ડુલકરે પૉન્ટિંગની જેમ કરીઅરનું ભાવિ નક્કી કરી લેવું જોઈએ : અકરમ



નવી દિલ્હી :

અકરમે ભારતીય ક્રિકેટ વિશેની ટકોરમાં કહ્યું હતું કે ‘સવાલ એ છે કે બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ? સચિનને નિવૃત્તિનો સવાલ પૂછવો પસંદગીકારો માટે સહેલી વાત નથી. ભૂતપૂર્વ ક્રિકેટરો મહેન્દ્ર સિંહ ધોની વિશે ખુલ્લેઆમ નિવેદનો આપે છે, પરંતુ સચિન વિશે તેઓ એવું કરી શકે ખરા? સૌરવ ગાંગુલી સહિતના કેટલાક પ્લેયરો માને છે કે સચિને રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ, પરંતુ ખુદ સચિન હજી બીજા છ મહિના રમવા માગે છે. એ જોતાં તેને કોઈ સલાહ આપવી આસાન કામ નથી.’

હું સચિનની જગ્યાએ હોત તો નાગપુરની ટેસ્ટ પછી નિવૃત્ત થઈ ગયો હોત : ગાંગુલી

લંડન : સૌરવ ગાંગુલીએ ઇંગ્લૅન્ડના ‘ધ ટેલિગ્રાફ’ દૈનિકને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જો હું સચિન તેન્ડુલકરની જગ્યાએ હોત તો મેં નાગપુરની છેલ્લી ટેસ્ટમૅચ પછી રિટાયરમેન્ટ લઈ લેવાનું જાહેર કરી દીધું હોત. તે હવે સારું પફોર્ર્મ નથી કરી શક્તો એટલે આટલી લાંબી કરીઅર પછી હવે તેણે એનું ભાવિ નક્કી જ કરી લેવું જોઈએ. જોકે આખરે નિર્ણય તેણે જ લેવાનો છે. હું ઇચ્છું છું કે તે ખરાબ ફૉર્મમાં હોય ત્યારે નહીં પણ સારી સ્થિતિમાં હોય ત્યારે માથું ઊંચું રાખીને નિવૃત્તિ લે.

અટકળો બંધ કરો : ધોની


ધોનીએ ગઈ કાલે નાગપુરથી કહ્યું હતું કે ‘બધાએ સચિન વિશે અટકળો કરવાનું બંધ કરવું જોઈએ. તેણે લાંબી કારકિર્દીમાં દરેક ટીકાકારને ખોટા પાડ્યા છે’