સચિન તેન્ડુલકરનો બ્રૅડમૅન હૉલ ઑફ ફેમમાં સમાવેશ

30 October, 2014 06:14 AM IST  | 

સચિન તેન્ડુલકરનો બ્રૅડમૅન હૉલ ઑફ ફેમમાં સમાવેશ


સિડની ક્રિકેટ ગ્રાઉન્ડના મેદાનમાં યોજાયેલા એક ભવ્ય ડિનર-કાર્યક્રમમાં સચિન તેન્ડુલકર ઉપરાંત ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ વોને પણ હૉલ ઑફ ફેમમાં સમાવવામાં આવ્યો હતો. બ્રૅડમૅન ફાઉન્ડેશનના વાર્ષિક કાર્યક્રમમાં સચિન તેન્ડુલકરની ઉપસ્થિતિ ઘણી મહત્વની હતી, કારણ કે ખુદ બ્રૅડમૅને એક વાર કહ્યું હતું કે આ ભારતીય ખેલાડીની ટેક્નિક મારા જેવી જ છે. બ્રૅડમૅનને સચિન ૯૦મા જન્મદિવસે તેમના ઍડિલેડના ઘરે મળ્યો હતો. એટલું જ નહીં, બ્રૅડમૅન તેને પોતાની ઑલ ટાઇમ ઇલેવનમાં પણ સામેલ કર્યો હતો.