ઑસ્ટ્રેલિયા માટે અણમોલ લિટલ માસ્ટર

07 November, 2012 06:31 AM IST  | 

ઑસ્ટ્રેલિયા માટે અણમોલ લિટલ માસ્ટર

તેને આ પુરસ્કાર સ્પોર્ટ્સ મારફત ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપવા બદલ આપવામાં આવ્યો હતો. તે આ સન્માન મેળવનાર ભૂતપૂર્વ ઍટર્ની જનરલ સોલી સોરાબજી પછીનો બીજો ભારતીય છે. ક્રિકેટરોમાં આ બહુમાન ગૅરી સોબર્સ, ક્લાઇવ લૉઇડ અને બ્રાયન લારાને મળ્યું છે. સચિને અવૉર્ડના રૂપમાં મળેલી મેમ્બરશિપ સ્વીકાર્યા પછી કહ્યું હતું કે ‘૧૯૯૧માં ઑસ્ટ્રેલિયાના પ્રથમ પ્રવાસથી મારામાં મોટું પરિવર્તન આવ્યું હતું. હું ત્યારથી ક્રિકેટર તરીકે વધુ સ્ટ્રૉન્ગ બન્યો હતો. એ ટૂરથી હું વિશ્વની ભલભલી બોલિંગના સામના માટે ખરા અર્થમાં તૈયાર થયો હતો.’


ગઈ કાલે મુંબઈમાં ઑર્ડર ઑફ ઑસ્ટ્રેલિયા અવૉર્ડ મેળવ્યા પછી પત્ની અંજલિ સાથે સચિન તેન્ડુલકર. ઑસ્ટ્રેલિયાના આર્ટ્સ મિનિસ્ટર સાયમન ક્રીને લિટલ ચૅમ્પિયનની ક્રિકેટક્ષમતા અને વ્યક્તિત્વનાં વખાણ કરવા ઉપરાંત ગરીબ બાળકો પ્રત્યેની ઉદારતાને પણ બિરદાવી હતી.

તસવીર સુરેશ કે. કે.