30 August, 2025 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરે ગઈ કાલે તેની મમ્મી રજની તેન્ડુલકરની ૮૮મી વર્ષગાંઠની ઉજવણીના ફોટો શૅર કર્યા હતા. પરિવારના સભ્યોની હાજરીમાં મમ્મીને કેક ખવડાવતાં સચિને કૅપ્શનમાં લખ્યું હતું, ‘તારા ગર્ભમાં જન્મ્યો એટલે જ હું બન્યો. તારા આશીર્વાદ હતા એથી જ હું પ્રગતિ કરતો રહ્યો. તું મજબૂત છે એથી જ અમે બધા મજબૂત રહ્યાં. જન્મદિવસની શુભકામના આઈ.’
આ ફોટોમાં સચિનના દીકરા અર્જુન, દીકરી સારા અને પત્ની અંજલિ સહિત અર્જુનની ભાવિ પત્ની સાનિયા ચંડોક પણ જોવા મળી હતી. સગાઈની પુષ્ટિ પછી પહેલી વાર બન્ને એક ફ્રેમમાં જોવા મળ્યાં હતાં.