સચિનને રાહુલ ત્રિપાઠીમાં સેહવાગ અને રિષભ પંતમાં યુવરાજ દેખાય છે

23 May, 2017 07:31 AM IST  | 

સચિનને રાહુલ ત્રિપાઠીમાં સેહવાગ અને રિષભ પંતમાં યુવરાજ દેખાય છે

આ સીઝનમાં તેણે સૌથી વધુ પ્રભાવિત કરનાર યુવા ખેલાડીઓ વિશે જણાવતાં કહ્યું હતું કે ‘રાહુલ ત્રિપાઠી, રિષભ પંત અને નીતીશ રાણાના પર્ફોમન્સથી હું ખૂબ પ્રભાવિત થયો છું. સેહવાગ આક્રમક રીતે રમવાનું પસંદ કરતો હતો અને રાહુલ ત્રિપાઠી પણ અટૅક કરવામાં જ વિશ્વાસ રાખે છે. રાહુલમાં મને વીરુની ઝલક દેખાય છે. આ સીઝનમાં તેણે ખૂબ સારું પર્ફોમ કર્યું છે. રિષમ પંતના પર્ફોમન્સથી હું ખૂબ પ્રભાવિત થયો છું. તેને રમતો જોઈને મને યુવરાજ સિંહ અને સુરેશ રૈના યાદ આવી જાય છે. મને વિશ્વાસ છે પંત પણ આ બન્ને ખેલાડીઓની જેમ પોતાને સાબિત કરશે.’

પોતાની જ ટીમના નીતીશ રાણાથી પણ સચિન પ્રભાવિત થયો હતો અને કહ્યું હતું કે ‘નીતીશે કેટલીક મૅચમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાનદાર પર્ફોમન્સ વડે ટીમને જીત અપાવી હતી અને લોકોને તેની ટૅલન્ટની ઝલક બતાવી હતી. તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સારું રમે છે અને એવા સમયે ધૈર્ય ખોયા વગર શાનદાર પ્રદર્શન કર્યું છે.’

છેલ્લી આ દસમી સીઝનમાં શાનદાર સફળતાથી ખુશખુશાલ સચિને કહ્યું હતું કે ‘IPL એ યુવા ખેલાડીઓ માટે એક એવો મંચ છે કે જ્યાં ૪૦-૫૦ દિવસ દરમ્યાન તેઓ ઘણુંબધું શીખી શકે છે. આ મંચ સાથે દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ જોડાવા ઉત્સુક હોય છે.’