મેલબૉર્નના નિષ્ણાતના મતે બ્રૅડમૅનથી સચિન ચડિયાતો

23 December, 2011 06:56 AM IST  | 

મેલબૉર્નના નિષ્ણાતના મતે બ્રૅડમૅનથી સચિન ચડિયાતો



મેલબૉર્ન:

ગ્રિફિથ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી ડૉ. નિકોલસ રૉડીએ ઇકૉનૉમિક થિયરીનો ઉપયોગ કરીને રૅન્કિંગ્સ તૈયાર કર્યા છે જેમાં તેમણે સચિનને બ્રૅડમૅનથી ચડિયાતો બતાવ્યો છે. સચિને બાવીસ વર્ષની કરીઅરમાં ૧૮૪ ટેસ્ટમાં ૫૬.૦૨ની બૅટિંગઍવરેજે ૧૫,૧૮૩ રન બનાવ્યા છે. ડૉ. રૉડીએ ગઈ કાલે જણાવ્યું હતું કે મેં બ્રૅડમૅન અને સચિને જેટલી ઇનિંગ્સોમાં જેટલા રન બનાવ્યા છે એ આંકડામાંથી તેમના યુગ દરમ્યાન સરેરાશ ખેલાડીએ એટલી જ ઇનિંગ્સોમાં બનાવેલા રનની બાદબાકી કરીને રૅન્ક તૈયાર કરી છે.

ક્રિકેટ-એક્સપર્ટને સચિન કરતાં ઇન્ઝીની બૅટિંગ-સ્ટાઇલ બ્રૅડમૅન જેવી લાગી

મેલબૉર્ન: ૨૦૦૧ની સાલમાં અવસાન પામેલા ઑસ્ટ્રેલિયન લેજન્ડ ડૉન બ્રૅડમૅને ઘણી  વખત કહ્યું હતું કે સચિન તેન્ડુલકરને રમતો જોઈને તેમને પોતાની બૅટિંગ-સ્ટાઇલ યાદ આવી જાય છે. જોકે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ટેસ્ટક્રિકેટર અને એક કાઉન્ટી-ટીમને કોચિંગ આપતા ટૉની શિલિંગલૉએ એક બાયોમેકેનિકલ સ્ટડી બાદ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘બ્રૅડમૅન જેવી બૅટિંગ-સ્ટાઇલ અને બૅટિંગ-ટેક્નિક સચિન તેન્ડુલકર ધરાવતો હોવાનું વષોર્થી મનાય છે, પરંતુ મારું એવું માનવું છે કે સચિન નહીં પણ ઇન્ઝમામ-ઉલ-હકની બૅટિંગ-સ્ટાઇલ અને૦૦૨૦બૅટિંગ-ટેક્નિક બ્રૅડમૅન જેવી છે.