સચિનને ટીમ ઇન્ડિયાનો કોચ બનવામાં રસ

08 November, 2014 04:54 AM IST  | 

સચિનને ટીમ ઇન્ડિયાનો કોચ બનવામાં રસ

સચિન તેન્ડુલકરે લંડનમાં આત્મકથાના લોકાર્પણ વખતે ભવિષ્યમાં ભારતીય ક્રિકેટના કોચ તરીકેની જવાબદારી લેવાની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી નહોતી. તેના જણાવ્યા પ્રમાણે અત્યારે પણ તે પોતાના અનુભવને અનૌપચારિક રીતે વર્તમાન ખેલાડીઓ સાથે વહેંચી જ રહ્યો છે અને એમ કરવાનું ચાલુ જ રાખશે. સચિને કહ્યું હતું કે ‘૨૪ વર્ષ સુધી ક્રિકેટ સાથે સંકળાયેલો હોવાથી પરિવારથી ઘણો દૂર રહ્યો હતો. મારું એવું માનવું છે કે ખેલાડીઓ મારો સંપર્ક કરી શકે છે. અમે ઘણા મુદ્દે ફોન પર વાતચીત કરીએ છીએ. ઘણા ખેલાડીઓ મુંબઈ પણ આવે છે. તેમની મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન હું કરું છું.’

સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે ‘હું જે કંઈ કહું છે એ તેઓ સાંભળે છે. ત્યાર બાદ એના પર ચર્ચાઓ થાય છે. હું જે કંઈ કહું એ કંઈ અંતિમ સત્ય નથી. જ્યાં સુધી આવું ચાલતું રહે ત્યાં સુધી હું ભલે ટીમ ઇન્ડિયાનો ઔપચારિક કોચ હોઉં કે ન હોઉં કોઈ ફરક નથી પડતો.’

જીતનું જશન


ટીમ ઇન્ડિયાએ ૨૦૧૧નો વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે સચિન કાનમાં ફૂલ તથા હાથમાં શૅમ્પેનની બૉટલ લઈને પત્ની અંજલિ સાથે નાચ્યો હતો