સાત વર્ષ બાદ શ્રીશાન્તનું ઇમોશનલ કમબૅક

13 January, 2021 09:09 AM IST  |  Mumbai

સાત વર્ષ બાદ શ્રીશાન્તનું ઇમોશનલ કમબૅક

શ્રીશાન્ત

મૅચ-ફિક્સિંગના મામલે ૭ વર્ષના પ્રતિબંધ બાદ આખરે પેસબોલર શાંતાકુમારન શ્રીશાન્ત ફરી મેદાનમાં આવી ગયો છે. હાલમાં ચાલી રહેલી નૅશનલ ટી૨૦ ટુર્નામેન્ટમાં કેરાલા ટીમ વતી રમતાં શ્રીશાન્તે તેની બીજી ઓવરમાં હરીફ ટીમ પુડુચેરીના ફાબિદ અહમદને ક્લીન બોલ્ડ કર્યો હતો. સાત વર્ષ બાદની આ તેની પહેલી વિકેટ બાદ તે ભારે ઇમોશનલ થઈ ગયો હતો અને પિચને બે હાથ જોડીને વંદન કર્યા હતા. શ્રીશાન્તે ચાર ઓવરમાં ૨૯ રન આપીને એક વિકેટ લીધી હતી અને કેરાલાનો ૬ વિકેટે વિજય થયો હતો. શ્રીશાન્તે મૅચ બાદ કહ્યું હતું કે આ તો હજી શરૂઆત છે. બૅન પહેલાં ભારતીય ટીમ વતી તેણે ૨૭ ટેસ્ટમાં ૮૭ અને ૫૩ વન-ડેમાં ૭૫ વિકેટ લીધી છે. 

s sreesanth sreesanth cricket news sports news sports