23 August, 2025 05:03 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent
અમિત શાહને મળીને દેશની પ્રગતિમાં યોગદાન આપવા પ્રેરિત થયો શ્રીસાન્ત
ગઈ કાલે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્તે પોતાની પત્ની ભુવનેશ્વરી શ્રીસાન્ત સાથે કેરલામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેણે ફોટો શૅર કરીને કૅપ્શનમાં લખ્યું કે ‘અમિત શાહજીને મળીને ખૂબ આનંદ થયો. મજબૂત અને આત્મનિર્ભર ભારત માટેનું તેમનું વિઝન ખરેખર પ્રેરણાદાયક છે. તેમના નેતૃત્વ હેઠળ BJP સરકાર ઐતિહાસિક પ્રગતિને આગળ ધપાવી રહી છે. અમારી ટૂંકી વાતચીતથી મને મારી રીતે એમાં યોગદાન આપવા માટે પ્રેરણા મળી.’
વર્ષ ૨૦૧૬માં એસ. શ્રીસાન્ત તિરુવનંતપુરમથી BJP તરફથી કેરલા વિધાનસભા ચૂંટણીમાં ઊતર્યો હતો, પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.