અમદાવાદનો રૂપેશ શાહ બીજી વાર બન્યો વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયન

29 October, 2012 06:16 AM IST  | 

અમદાવાદનો રૂપેશ શાહ બીજી વાર બન્યો વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયન



લીડ્સ (ઇંગ્લૅન્ડ): ભારતનો રૂપેશ શાહ ગઈ કાલે બીજી વખત બિલિયર્ડ્સનું વર્લ્ડ ટાઇટલ મેળવનાર પાંચમો ભારતીય બન્યો હતો. ગઈ કાલે લીડ્સમાં તેણે પૉઇન્ટ ફ્રેમ પર આધારિત વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાના મૅથ્યુ બૉલ્ટનને ૬-૨થી પરાજય આપ્યો હતો. રૂપેશ આ પહેલાં ૨૦૦૭ની સાલમાં સિંગાપોરમાં તે આ સ્પર્ધાની ટ્રોફી જીત્યો હતો.

તેના પહેલાં આ વર્લ્ડ ટાઇટલ બે વાર જીતનાર ચાર ભારતીયોમાં પંકજ અડવાણી (૨૦૦૫, ૨૦૦૮), ગીત સેઠી (૧૯૮૭, ૨૦૦૧), માઇકલ ફરેરા (૧૯૮૧, ૧૯૮૩) અને વિલ્સન જોન્સ (૧૯૫૮, ૧૯૬૪)નો સમાવેશ છે.

આગલા બન્ને વર્ષે અગિયાર વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલા ઇંગ્લૅન્ડના પીઢ ખેલાડી માઇક રસેલે આ સ્પર્ધા જીતી લીધી હતી, પરંતુ રૂપેશે તેને ક્વૉર્ટર ફાઇનલમાં હાર આપી હતી.

ગઈ કાલે ભારતનો જ ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પંકજ અડવાણી વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપમાં ટાઇમ ફ્રેમ પર આધારિત સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી ગયો હતો.