બે વખત ડબલ સેન્ચુરી ફટકારી હતી એ બન્ને લકી બૅટને રોહિત શર્મા પોતાની સાથે ઑસ્ટ્રેલિયા લઈ ગયો

23 November, 2014 05:52 AM IST  | 

બે વખત ડબલ સેન્ચુરી ફટકારી હતી એ બન્ને લકી બૅટને રોહિત શર્મા પોતાની સાથે ઑસ્ટ્રેલિયા લઈ ગયો



દેબાશિષ દત્તા

આ બન્ને બૅટ તેની કિટમાં છે. રોહિતે કહ્યું હતું કે ‘આ બૅટને જોઈને મને ખૂબ આનંદ થાય છે. આ બે બૅટ મારી સાથે ડ્રેસિંગરૂમમાં હોય તો મારો મૂડ સારો રહે છે. મારી બે ઇનિંગ્સની યાદો મારી ખુશીમાં વધારો કરે છે.’

રોહિતે ઈડન ગાર્ડન્સમાં રન કર્યા હતા એ જર્સી બંગાલ ક્રિકેટ અસોસિએશનને આપી હોવાની વાતને રદિયો આપતાં તેણે કહ્યું હતું કે ‘મેં મૅચ વખતે પહેરેલી જર્સી કોઈને આપી નથી, પરંતુ સિરીઝ દરમ્યાન પહેરેલી જર્સી આપી દીધી છે. જે રીતે બે બૅટ મેં મારી પાસે રાખી છે એ રીતે જર્સી પણ હું સાથે જ રાખવા માગું છું.’

દરમ્યાન બંગાલ ક્રિકેટ અસોસિએશને રોહિત શર્માની જર્સીની ફ્રેમ બનાવીને એને દીવાલ પર ટિંગાડવાની યોજના બનાવી છે.

શું આજે ટીમ ઇન્ડિયાને હટાવીને ઑસ્ટ્રેલિયા નંબર વન ટીમ બનશે?

સાઉથ આફ્રિકા સામેની પાંચ વન-ડે મૅચોની સિરીઝ ૩-૧થી જીતી ગયું હોવા છતાં ICC રૅન્કિંગમાં ટોચની ટીમનું સ્થાન મેળવવા માટે આજે ઑસ્ટ્રેલિયાની ટીમ સિડનીમાં રમાનારી પાંચમી તથા છેલ્લી વન-ડે મૅચમાં મેદાનમાં ઊતરશે. શ્રીલંકા સામેની સિરીઝ ૫-૦થી જીતી ગઈ હોવાથી અત્યારે ટીમ ઇન્ડિયા રૅન્કિંગ્સમાં પ્રથમ ક્રમાંક પર છે. ટીમ ઇન્ડિયાના અત્યારે ૧૧૭ તો ઑસ્ટ્રેલિયાના ૧૧૫ પૉઇન્ટ છે. જો આજની સાઉથ આફ્રિકાની મૅચ જીતી જાય તો એને માટે આ તક છે.