રોહિતની કૅપ્ટન્સી પણ ધોની જેવી જ છે : સુરેશ રૈના

24 May, 2020 01:52 PM IST  |  New Delhi | Agencies

રોહિતની કૅપ્ટન્સી પણ ધોની જેવી જ છે : સુરેશ રૈના

સુરેશ રૈના

સુરેશ રૈનાનું કહેવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની કૅપ્ટન્સી એકબીજાથી ઘણી અલગ છે. રૈનાના મતે પ્લેયરોને મોટિવેટ કરવામાં અને પોતે શાંત રહેવામાં રોહિત એકદમ ધોની જેવો છે. વિરાટ કોહલી ઘણો અગ્રેસિવ છે અને મેદાન પર પણ તેનો ગુસ્સો ઘણી વાર જોવા મળે છે. આ વિશે રૈનાએ કહ્યું કે ‘રોહિતની કૅપ્ટન્સી ધોની જેવી જ છે. તે જે રીતે શાંત રહીને પરિસ્થિતિને સંભાળે છે અને પ્લેયરોને મોટિવેટ કરે છે એ લગભગ ધોની જેવું છે. તે બિન્દાસ છે અને જાણે છે કે તે જ્યારે મેદાનમાં જશે ત્યારે રન જરૂરથી બનાવશે. તેની આવી કાર્યપ્રણાલિ તેને અન્ય પ્લેયરોથી જુદો પાડે છે અને તેની એ વાત મને ગમે છે. મેં પુણે સામેની મુંબઈની મૅચ જોઈ હતી. એમાં રોહિતે કૅપ્ટન તરીકે જે બે-ત્રણ પગલાં લીધાં એ કાબિલે તારીફ છે. કપરી પરિસ્થિતિમાં તે વિકેટ અને ઓવર વચ્ચે પોતાની ગેમ રમી જાય છે અને વિરોધી ટીમ પર પ્રેશર બનાવી દે છે. હા, બહારથી ઘણી સલાહ મળતી હોય છે, પણ કૅપ્ટન તરીકે તેને ખબર હોય છે કે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું.

suresh raina ms dhoni rohit sharma cricket news sports news