રોહિત શર્માની તબિયત નથી સારી? ‘હિટમેન’ અડધી રાતે પહોંચ્યો હૉસ્પિટલ, ફેન્સ ચિંતિત

09 September, 2025 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Rohit Sharma Unwell: ભારતીય ODI ટીમનો કૅપ્ટન રોહિત શર્મા સોમવારે મોડીરાત્રે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં જતો દેખાયો; વીડિયો વાયરલ થતા ફેન્સ ટેન્શનમાં છે

વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનગ્રેબ

ભારતીય વનડે ટીમ (ODI)નો કૅપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫થી (Indian Premier League 2025) ક્રિકેટના મેદાનથી દૂર છે. જોકે, તેણે તાજેતરમાં જ ફિટનેસ ટેસ્ટ આપી છે, જે તેણે સરળતાથી પાસકરી હતી. પરંતુ આ પછી રોહિત શર્માના એક વીડિયોએ ફેન્સનું ટેન્શન વધારી દીધું છે. વાયરલ વીડિયો (Viral Video)માં રોહિત શર્મા મુંબઈ (Mumbai)ની એક હૉસ્પિટલમાં જતો દેખાય છે જેને કારણે ફેન્સ ચિંતામાં છે.

ભારતીય ODI ટીમના કૅપ્ટન રોહિત શર્માના ચાહકો માટે મોડી રાત્રે એક મોટા સમાચાર આવ્યા. રોહિત શર્મા રાત્રે મુંબઈના અંધેરી (Andheri) સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ (Kokilaben Dhirubhai Ambani)માં જોવા મળ્યો હતો. આનાથી સોશ્યલ મીડિયા પર તેના ચાહકો ચિંતિત થઈ ગયા છે. તેઓ જાણવા માંગતા હતા કે શું બધું બરાબર છે? રોહિત શર્માનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સોમવારે મોડી રાત્રે રોહિત શર્માને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં જતા લકોએ જોયો હતો. તેનો વીડિયો વાયરલ થયા પછી, ઘણા લોકો વિચારવા લાગ્યા કે બધું બરાબર છે કે નહીં? તેની તબિયતને શું થયું છે? જોકે તેની મુલાકાતનું કારણ જાહેર કરવામાં આવ્યું ન હતું, પરંતુ ક્રિકેટ ચાહકોએ તેને શુભેચ્છા પાઠવી અને તેને ટેકો આપ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાની કારમાં હૉસ્પિટલ પહોંચ્યો. હૉસ્પિટલ જતા પહેલા રોહિત એક વ્યક્તિને મળ્યો. આ પછી, રોહિત સીધો હૉસ્પિટલની અંદર ગયો.

અહીં જુઓ રોહિત શર્માનો વાયરલ વીડિયોઃ

રોહિત શર્માના હૉસ્પિટલમાં જવાના સમાચારથી તેના ચાહકો ચિંતિત થયા છે. બધા તેના સ્વાસ્થ્ય વિશે જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. રોહિત શર્માનું નામ સોશ્યલ મીડિયા પર પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે. વાયરલ થઈ રહેલા રોહિત શર્માના વીડિયોમાં તે સફેદ ટી-શર્ટ અને ચંપલ સાથે સફેદ ટોપીમાં જોવા મળી રહ્યો છે. ચાહકો રોહિત શર્માના નામની બૂમો પાડી રહ્યા છે, પરંતુ રોહિત સીધો હૉસ્પિટલની અંદર ગયો.

નોંધનીય છે કે, રોહિત શર્માએ તાજેતરમાં બેંગલુરુ (Bengaluru)માં બીસીસીઆઇ સેન્ટર ઓફ એક્સેલન્સ (BCCI Center of Excellence) ખાતે ફિટનેસ ટેસ્ટ આપ્યો હતો અને તેણે આ ટેસ્ટ સરળતાથી પાસ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફરવા માટે તૈયાર છે. તેણે તાજેતરમાં જ પોતાનું વજન ઘટાડવાનું ટ્રાન્સફોર્મેશન પણ કર્યું છે. રોહિત શર્મા ૨૦૨૫માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી છે. આ પહેલા રોહિત શર્મા ૨૦૨૪માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ ચૂક્યો છે.

હવે રોહિત શર્મા ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI શ્રેણી રમતા જોવા મળશે.

rohit sharma kokilaben dhirubhai ambani hospital viral videos social media cricket news team india indian cricket team sports sports news