14 December, 2025 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા અને રિતિકા
ભારતના અનુભવી બૅટર રોહિત શર્માએ ગઈ કાલે પત્ની રિતિકા સજદેહ સાથે રોમૅન્ટિક ફોટો શૅર કર્યા હતા. લગ્નજીવનનાં ૧૦ વર્ષની સફરના યાદગાર ફોટો શૅર કરીને રોહિત શર્માએ લખ્યું હતું કે ‘એક દાયકા પછી હું સરળતાથી કહી શકું છું કે આ મારા જીવનનું શ્રેષ્ઠ ચૅપ્ટર છે. આ સમય દરમ્યાન અમે કંઈક ખાસ બનાવ્યું જેની અમારામાંથી કોઈએ કલ્પના પણ કરી નહોતી. એક દાયકો વીતી ગયો છે, હજી પણ ઘણો લાંબો રસ્તો કાપવાનો છે લવ.’
સમાયરા અને અહાન નામનાં બે સંતાનોના પપ્પા રોહિત શર્મા આગામી ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ પહેલાં વિજય હઝારે ટ્રોફીમાં રમશે એવી ચર્ચા છે.