રોહિત 70 ટકા જ ફિટ છે : ગાંગુલી

15 November, 2020 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત 70 ટકા જ ફિટ છે : ગાંગુલી

સૌરવ ગાંગુલી અને રોહિત શર્મા

ઑસ્ટ્રેલિયન સિરીઝમાં રોહિત શર્માની શરૂઆતમાં ત્રણેય ફૉર્મેટમાં અવગણનાને લીધે જાતજાતની ચર્ચા શરૂ ગઈ હતી. ત્યાર બાદ રોહિત આઇપીએલમાં મુંબઈ વતી ત્રણેક મૅચના આરામ બાદ છેલ્લી લીગ અને પ્લે-ઑફ રમવા મેદાનમાં આવી જતાં બધાને આશ્ચર્ય થયું હતું કે ખેલાડી મહિના બાદની સિરીઝમાં ફિટ નથી અને આજે કેવી રીતે મેદાનમાં રમી શકે. રોહિત ફાઇનલમાં ૬૮ રનની શાનદાર ઇનિંગ્સ પણ રમ્યો હતો. ક્રિકેટ બોર્ડ દ્વારા આ વિશે યોગ્ય સ્પષ્ટતા ન કરાતાં સુનીલ ગાવસકર, સંજય માંજરેકર સહિત ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ ટીકા કરી હતી. જોકે આખરે રોહિતને વન-ડે અને ટી૨૦ સિરીઝમાં આરામ આપીને ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો હતો. એક મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં ગાગુંલીએ આ બાબતે સ્પષ્તા કરતાં કહ્યું હતુ કે રોહિત ૭૦ ટકા જ ફિટ છે.

ગાંગુલીએ કહ્યું કે ‘રોહિત ૭૦ ટકા જ ફિટ છે. તમે આ સંદર્ભે રોહિતને કેમ નથી પૂછતા? એેથી તેને વન-ડે અને ટી૨૦ સિરીઝમાં સિલેક્ટ નથી કરવામાં આવ્યો, તેને ટેસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે.’

યોગ્ય માહિતી ન આપવા વિશેની ટીકા સંદર્ભે ગાંગુલીએ કહ્યું કે ‘બોર્ડમાં અમુક બાબતો ખાનગી હોય છે. અમારે બધું બધાને કહેવાની જરૂર નથી. આવું બધું તો ચાલતું રહે છે.’

ઇન્જરી છતાં વૃદ્ધિમાન સહાના સિલેક્શનના વિવાદ બાબતે ગાંગુલીએ કહ્યું કે લોકોને ઇજા વિશે યોગ્ય જાણકારી હોતી નથી એટલે આવો બધો બકવાશ કરતા હોય છે. વૃદ્ધિમાન ટેસ્ટ પહેલાં ફિટ થઈ જવાનો હોવાથી તેનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

rohit sharma sourav ganguly cricket news sports news