રોહિત શર્મા પ્યૉર બૅટ્સમૅન છે : શમી

20 April, 2020 02:21 PM IST  |  New Delhi | Agencies

રોહિત શર્મા પ્યૉર બૅટ્સમૅન છે : શમી

મોહમ્મદ શમી

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વનડે ક્રિકેટ ટીમના વાઇસ કૅપ્ટન રોહિત શર્માના મન ભરીને વખાણ કર્યાં છે. સોશ્યલ મીડિયામાં ઇરફાન પઠાણ સાથે વાતચીત કરતાં શમીએ રોહિતને પ્યૉર બૅટ્સમૅન કહ્યો હતો.

રોહિતની વાત કરતાં મોહમ્મદ શમીએ કહ્યું કે ‘મારા મતે તે એક પૅકેજ છે જે શીખવાડે છે અને બતાવે છે કે ક્રિકેટ શું છે. તે એક પ્યૉર બૅટ્સમૅન છે. જ્યારે તે બૅટિંગ કરતો હોય છે ત્યારે તેની પાસેથી ઘણું શીખવા મળે છે. તે જે પ્રમાણે બોલરોની ધુલાઈ કરે છે એ પ્રમાણે બોલરોને પણ ઘણું શીખવા મળે છે. જો તમે બૅટ્સમૅન છો તો તમે જુઓ તે શૉટ રમવા કેટલો સમય લે છે. અલગ-અલગ પરિસ્થિતિમાં કઈ રીતે બૅટિંગ કરવી એ પણ તમે રોહિત પાસેથી શીખી શકો છો. તે નેક્સ્ટ લેવલનો બૅટ્સમૅન છે. ખરું કહું તો તે એક બેસ્ટ પૅકેજ છે.’

આ ઉપરાંત ઇરફાન પઠાણે પણ કહ્યું હતું કે જ્યારે તે રોહિતને બૅટિંગ કરતા જુએ છે ત્યારે રોહિત તેને બૅટ્સમૅન કરતાં વધારે એક કવિ લાગે છે.

rohit sharma mohammed shami cricket news sports news