MI પલટને ઉજવ્યો રોહિત શર્માનો 39 મો બર્થડે, ચહેરા પર કેક લગાવી કર્યું સેલિબ્રેશન

30 April, 2026 06:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રોહિત શર્માની પત્ની, રિતિકા સજદેહ પણ આ ખાસ પ્રસંગે હાજર હતી. વીડિયોમાં, તે રોહિતને કેક ખવડાવતી દેખાઈ રહી છે. આ હૃદયસ્પર્શી ક્ષણને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને રોહિતને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ પછી, ટીમના સભ્યોએ રોહિતના ચહેરા પર

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સના કૅમ્પમાં રોહિત શર્માના 39માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટુર્નામેન્ટના વ્યસ્ત સમયપત્રક વચ્ચે, ટીમે આ પ્રસંગ માટે એક નાના સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું, જેમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ બન્ને જોડાયા હતા. સોશિયલ મીડિયા પર બર્થ-ડે સેલિબ્રેશનનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં, રોહિત શર્મા કેક કટ કરતો જોવા મળી રહ્યો છે, દરમિયાન તેના સાથી ખેલાડીઓ તેની આસપાસ ભેગા થઈને તાળીઓ પાડી રહ્યા હતા. સેલિબ્રેશન દરમિયાન ટીમમાં મસ્તીભર્યું અને સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું.

પરિવારની હાજરી અને ટીમ સાથે ઉજવણી

રોહિત શર્માની પત્ની, રિતિકા સજદેહ પણ આ ખાસ પ્રસંગે હાજર હતી. વીડિયોમાં, તે રોહિતને કેક ખવડાવતી દેખાઈ રહી છે. આ હૃદયસ્પર્શી ક્ષણને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને રોહિતને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ પછી, ટીમના સભ્યોએ રોહિતના ચહેરા પર કેક લગાવી અને ઉજવણી કરી.

સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયાઓ

જન્મદિવસની ઉજવણીનો વીડિયો પોસ્ટ થયા પછી, ચાહકોએ રોહિત શર્માને શુભેચ્છાઓ પાઠવવા કમેન્ટ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે ટીમના સભ્યો વચ્ચેના બંધન અને તાલમેલની પ્રશંસા કરી.

ઇન્જરીને લીધે રોહિત નથી રમી રહ્યો

રોહિત શર્મા MI વિરુદ્ધ RCB મૅચ દરમિયાન રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. MI 18 રનની મૅચ હારી ગયું હતું. જોકે રિટાયર્ડ હર્ટ થયેલા રોહિતને હેમસ્ટ્રિંગની સમસ્યા હોવાની શંકા હતી. રોહિત શર્માનું હવે સ્કૅન થશે અને રિપોર્ટ્સ બાદ જ બાકીના સિઝન માટે તેની ઉપલબ્ધતા નક્કી કરવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર શૅર કરાયેલી પોસ્ટમાં લખ્યું છે કે “રોહિત શર્માના હેમસ્ટ્રિંગનું સ્કૅન કરાવવાનું છે, અને રિપોર્ટ આવ્યા પછી પંજાબ કિંગ્સ સામે તે મૅચ રમશે કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.”

2011થી રોહિત શર્મા સતત સોળમી IPL સીઝન મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી રહ્યો છે. રોહિત શર્મા મુંબઈ માટે ચૅમ્પિયન્સ લીગ T20ની બે સીઝન પણ રમ્યો છે. રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020ની IPL ટ્રોફી જીતી હતી. 2013માં તેના નેતૃત્વમાં ટીમે ચૅમ્પિયન્સ લીગ T20 પણ જીતી હતી. દિલ્હીમાં મૅચ રમવા પહોંચેલા મુંબઈ ઇન્ડિયન્સના રોહિત શર્મા અને શાર્દૂલ ઠાકુરે ફૅન્સની ભારે ભીડનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના બન્ને પ્લેયર્સ દિલ્હીમાં પોતાના મિત્રો સાથે ડિનર કરવા એક નાનકડી રેસ્ટોરાંમાં પહોંચ્યા હતા. બહાર નીકળતી વખતે ભારતીય પ્લેયર્સ સાથે સેલ્ફી લેવા માટે ફૅન્સ વચ્ચે પડાપડી જોવા મળી હતી. બ્લુ ટોપીમાં રોહિત શર્મા અને વાઇટ ટોપીમાં શાર્દૂલ ઠાકુર જોવા મળ્યા હતા. તેઓ માંડ-માંડ 100 જેટલા ફૅન્સની ભીડમાંથી પોતાની ગાડી સુધી પહોંચી શક્યા હતા. બન્નેના નજીકના મિત્રો અને સુરક્ષા-કર્મચારીઓએ પરિસ્થિતિને સંભાળી હતી.

rohit sharma mumbai indians happy birthday viral videos sports news sports IPL 2026 cricket news