એવું શું થયું જે રોહિત શર્મા થયો ટ્વિટર પર ટ્રેન્ડ, કઇ વાતની મળી વધામણી

23 June, 2020 02:58 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

એવું શું થયું જે રોહિત શર્મા થયો ટ્વિટર પર ટ્રેન્ડ, કઇ વાતની મળી વધામણી

રોહિત શર્મા

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 13 વર્ષ પૂરાં કરી લીધા છે. 23 જૂનના હીટમેનને ટીમ ઇન્ડિયા તરફથી પોતાની પહેલી મેચ રમ્યો હતો. રોહિતના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 13 વર્ષ પૂરા થવા પર તેના ચાહકોએ શાનદાર બનાવી દીધું છે. એક દિવસ પહેલાથી જ સોશિયલ મીડિયા પર વધામણી સંદેશ આપીને ચાહકોએ રોહિતને ટ્રેન્ડ કરી દીધું.

23 જૂન 2007ને રોહિત શર્માએ આયરલેન્ડ વિરુદ્ધ વનડે મેચથી પોતાની ઇન્ટરનેશનલ કરિઅરની શરૂઆત કરી હતી. રાહુલ દ્રવિડની કૅપ્ટનશિપમાં રમવા ઉતરેલા રોહિતને આ મેચમાં બૅટિંગ કરવાની તક મળી શકી નહોતી.

આયરલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા ફક્ત 193 રન પર ઓલઆઉટ થઈ હતી. વરસાદને કારણે આ મેચમાં ભારત સામે 171 રન્સનો રિવાઇઝ્ડ આંકડો મૂકવામાં આવ્યો હતો જેને સૌરવ ગાંગુલી અને ગૌતમ ગંભીરની હાફસેન્ચુરીના બળે 1 વિકેટ ખોઇને જ પ્રાપ્ત કરી લીધું હતું.

રોહિતને ચાહકો કરિઅરના 13 વર્ષ પૂરા થવા પર પોતાની રીતે વધામણી આપી રહ્યા છે, ઑસ્ટ્રેલિયામાં તેણે બનાવેલા ચાર શતક યાદ કરતાં એક ચાહકે તેની તસવીર શૅર કરી છે.

રોહિત પોતે મારેલા છગ્ગા માટે જાણીતો છે અને વનડેમાં તે ભારત તરફથી સૌથી વધારે છગ્ગા મારવા માટે બૅટિંગ કરે છે. એક ચાહકે આ માહિતી પણ શૅર કરી છે.

એક ચાહકે રોહિતને ટી20માં કરેલ કમાલ વિશે જણાવતાં લખ્યું, તે એકલો એવો બૅટ્સમેન છે જેણે પહેલી મેચમાં એક પણ બૉલ નહોતો રમ્યો અને ત્યાર બાદ એક ફૉર્મેટમાં શતક બનાવવામાં સફળ રહ્યો.

cricket news rohit sharma sports news sports