ધોની અમારો માગદર્શક : રોહિત

14 February, 2019 04:26 PM IST  | 

ધોની અમારો માગદર્શક : રોહિત

રોહિત શર્મા

ભારતના વાઇસ-કૅપ્ટન અને ઓપનિંગ બૅટ્સમૅન રોહિત શર્માએ મીડિયાને કહ્યું હતું કે ભલે ધોની બૅટથી અત્યારે નબળું પર્ફોર્મ કરી રહ્યો છે, પણ તે અમારા માટે અને ખાસ કરીને યંગસ્ટરર્સ માટે ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ છે અને આ વર્ષે ૩૦ મેથી શરૂ થનારા વન-ડે વર્લ્ડ કપમાં તે અગત્યનો રોલ ભજવશે. તેની હાજરીથી ટીમમાં મોટો ફરક પડી જાય છે.

રોહિતે સિડની વન-ડે પહેલાં કહ્યું હતું કે ‘છેલ્લાં ઘણાં વર્ષોથી અમે જોયું છે કે ધોનીની ડ્રેસિંગ રૂમમાં અને ફીલ્ડ પર હાજરી અને તેનો શાંત સ્વભાવ દરેક ખેલાડીને અત્યંત મોટિવેટ કરી રહ્યો છે અને તે સ્ટમ્પની પાછળ ઊભો રહે છે એટલે કૅપ્ટનને જરૂર પડે ત્યારે મદદ મળી રહે છે. તેણે વર્ષો સુધી ભારતની કૅપ્ટન્સી કરી હતી અને સફળ રહ્યો હતો એટલે તે ટીમને હંમેશાં મદદ કરે છે, તે અમારો માર્ગદર્શક છે. નીચલા ક્રમે બૅટિંગ કરવાને કારણે તેનો ફિનિશિંગ ટચ ઘણો મહkવનો છે. યુવાન બોલર યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ માટે સ્ટમ્પ પાછળથી ધોનીની સૂચનાઓ ખૂબ અગત્યની સાબિત થઈ શકે છે. બૅટ્સમૅન શું કરવા માગે છે એ જો ધોની જેવો અનુભવી ખેલાડી બન્ને સ્પિનરને જણાવે તો મારા ખ્યાલથી ઘણો ફરક પડી શકે છે. આ બન્ને સ્પિનરે ભારત વતી ૨૦૧૭માં રમવાનું શરૂ કર્યું હતું. ઘરઆંગણે અને વિદેશમાં ખરેખર સારું પર્ફોર્મ કર્યું છે એનું એક કારણ મહેન્દ્ર સિંહ ધોની છે. ધોની બન્નેને સૂચનાઓ આપતો હતો અને કેવી રીતે પ્રેશર વધારવું અને ફીલ્ડ પ્લેસમેન્ટમાં ફેરફાર કરવા. તેણે કૅપ્ટન્સી છોડ્યા પછી ટીમ સાથે ખૂબ અગત્યનો રોલ નિભાવ્યો છે.’

 

rohit sharma mahendra singh dhoni cricket news sports news