રોહિત શર્માએ શરૂ કરી આઉટડોર ટ્રેઇનિંગ

27 June, 2020 04:07 PM IST  |  Mumbai | Agencies

રોહિત શર્માએ શરૂ કરી આઉટડોર ટ્રેઇનિંગ

રોહિત શર્મા

ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર રોહિત શર્માએ લૉકડાઉનના સમયમાં પોતાની પહેલી આઉટડોર ટ્રેઇનિંગ શરૂ કરી છે. રોહિત છેલ્લે ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝમાં રમતો જોવા મળ્યો હતો અને ત્યાર બાદ ઈજા પામતાં તે રમી નહોતો શક્યો. રોહિતે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૩ વર્ષ પૂરાં કર્યાં હોવાની ખુશીમાં લોકોએ તેને શુભેચ્છા પાઠવી હતી. ૨૩ જૂને રોહિતે આયરલૅન્ડ સામેની વન-ડેમાં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર આ વાતની જાણ કરતાં રોહિતે કહ્યું કે ‘પાર્કમાં લાંબા સમય બાદ આવવાનું સારું લાગે છે. એવું લાગે છે કે કેટલું કામ પતી ગયું છે અને હું મારી જાતને અનુભવી શકું છું.’

rohit sharma instagram cricket news sports news lockdown