એકાદ-બે દિવસમાં રૉબિન ઉથપ્પા કેરળની રણજી ટીમમાં જોડાઈ જશે

24 May, 2017 07:48 AM IST  | 

એકાદ-બે દિવસમાં રૉબિન ઉથપ્પા કેરળની રણજી ટીમમાં જોડાઈ જશે

કેરાલા ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી જયેશ જ્યૉર્જે ગઈ કાલે જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ ભારતીય ટીમમાંથી લાંબા સમયથી બહાર ઉથપ્પાની આ વર્ષે કેરળની ટીમમાં પસંદગી બાબતે જાહેરાત કરશે.

કર્ણાટકમાં રહેતો ૩૧ વર્ષનો ઉથપ્પા ડોમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લાં ૧૫ વર્ષથી કર્ણાટક ટીમ વતી જ રમે છે અને IPLમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર, મુંબઈ ઇન્ડિયન્સ અને પુણે વૉરિયર્સમાં રમ્યા બાદ છેલ્લાં થોડાંક વર્ષોથી કલકત્તા નાઇટ રાઇડર્સ વતી રમી રહ્યો છે. આ વર્ષ તેણે ૧૪ મૅચમાં ૩૮૮ રન સાથે શાનદાર ટચ બતાવ્યો હતો. કેરળની ટીમ એક અનુભવી ઓપનર અને મલયાલમ ભાષામાં વાત કરી શકે એવા ખેલાડીને શોધી રહી હતી અને ઉથપ્પા એને એ માટે ફિટ લાગ્યો હતો. IPLની આ સીઝનમાં ઉથપ્પા જ્યારે બૅન્ગલોરમાં મૅચ રમવા આવ્યો ત્યારે કેરળની ટીમના અધિકારીઓએ તેનો સંપર્ક કયોર્ હતો અને તેણે કેરળની ટીમમાં જોડાવા બાબતે રસ બતાવ્યો હતો.