મોરેની સલાહથી ઑસ્ટ્રેલિયામાં વિકેટકીપિંગમાં થયો સુધારો : પંત

17 February, 2019 10:55 AM IST  | 

મોરેની સલાહથી ઑસ્ટ્રેલિયામાં વિકેટકીપિંગમાં થયો સુધારો : પંત

વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત

વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતે કહ્યું હતું કે ‘ભૂતપૂર્વ ખેલાડી કિરણ મોરેની દેખરેખમાં સ્ટમ્પની પાછળ મહેનત કરવાથી ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં મારા પ્રદર્શનમાં ઘણો સુધારો થયો છે.’ 

ઇંગ્લૅન્ડમાં પડકારજનક પરિસ્થિતિમાં સ્ટમ્પની પાછળ ખરાબ પ્રદર્શન માટે ટીકાનો શિકાર બનેલા પંતે ઑસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઇંગ્લૅન્ડમાં ડ્યુક બૉલના સ્વિંગના કારણે પંતે બાયના ઘણા રન આપ્યા હતા. ઑસ્ટ્રેલિયામાં જોકે તેણે ૨૦ કૅચ પકડીને વાપસી કરી જેમાં ઍડીલેડમાં વલ્ર્ડ રેકૉર્ડની બરોબરી કરતાં ૧૧ કૅચ પકડ્યા હતા. 

પંતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડમાં વિકેટકીપિંગ કરવું એક અલગ પ્રકારનો અનુભવ હતો. એ પ્રવાસ બાદ મેં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં કિરણ સર (મોરે) સાથે કામ કર્યું જેમાં હાથની સ્થિતિ અને શરીરની મુદ્રા પર ધ્યાન આપવાનું સામેલ હતું. દરેક વિકેટકીપરની પોતાની એક સ્ટાઇલ હોય છે.’ 

આ પણ વાંચોઃ રિષભ પંતને વર્લ્ડ કપની ટીમમાં સમાવવો જોઈએ : આશિષ નેહરા

નૅશનલ સિલેક્શન કમિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ મોરેએ કહ્યું હતું કે ‘મેં રિષભની વિકેટકીપિંગની પદ્ધતિમાં ફેરબદલ કર્યો જેમાં શરીરના યોગ્ય સંતુલનને જાળવવામાં અને માથાને સીધું રાખવામાં મદદ મળે છે. આ એ જ રીત હતી જેનાથી મહેન્દ્ર સિંહ ધોનીને મદદ મળી હતી.’

sports news team india