16 June, 2024 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારતીય વિકેટકીપર રિષભ પંત T20 વર્લ્ડ કપમાં સેન્ચુરી ફટકારી શક્યો નથી, પરંતુ યુટ્યુબ પર તેણે સ્પેશ્યલ સેન્ચુરી કરી છે. પંતની યુટ્યુબ ચૅનલ 100K એટલે કે ૧ લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચી ગઈ છે. આ માટે તેને યુટ્યુબ તરફથી સિલ્વર બટન પણ મળ્યું છે. આ સફળતા બાદ તેણે દિલ જીતી લે એવી જાહેરાત કરી છે. રિષભ પંતે IPL દરમ્યાન મે મહિનામાં તેની ઑફિશ્યલ યુટ્યુબ ચૅનલ શરૂ કરી હતી. એક મહિનામાં તેને ૧ લાખ ૨૦ હજાર સબસ્ક્રાઇબર્સ મળી ગયા છે. તેણે જાહેરાત કરી હતી કે તે આ ચૅનલની તમામ કમાણી ચૅરિટી માટે દાન કરશે. તેણે પોતાના યુટ્યુબ પ્લૅટફૉર્મ દ્વારા પરિવર્તન લાવવાની પણ અપીલ કરી હતી.