રવિ શાસ્ત્રીને રિષભ પંતે રવિવારે ગુરુદક્ષિણામાં આપી શૅમ્પેન, વિડિયો થઈ ગયો વાઇરલ

20 July, 2022 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાસ્ત્રીને બૉટલ પકડાવીને પંત પાછો ટીમ તરફ દોડ્યો અને શાસ્ત્રીએ તેનો તેમ જ ક્રાઉડનો આભાર માન્યો.

રવિ શાસ્ત્રીને રિષભ પંતે રવિવારે ગુરુદક્ષિણામાં આપી શૅમ્પેન

રવિવારે મૅન્ચેસ્ટરમાં રિષભ પંતે અણનમ ૧૨૫ રન ફટકારીને ભારતને ઇંગ્લૅન્ડ સામેની નિર્ણાયક વન-ડે જિતાડી આપી ત્યાર બાદ તેણે પોતાની શૅમ્પેનની બૉટલ ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીને મેદાન પર ભેટ આપી એનો વિડિયો વાઇરલ થયો છે. શાસ્ત્રીને બૉટલ પકડાવીને પંત પાછો ટીમ તરફ દોડ્યો અને શાસ્ત્રીએ તેનો તેમ જ ક્રાઉડનો આભાર માન્યો એ ઘટના વિશે સોશ્યલ મીડિયા પર ઘણી રમૂજી કમેન્ટ્સ થઈ છે.

sports news ravi shastri Rishabh Pant