26 July, 2026 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષભ પંત
ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત સતત બીજી વખત ઉત્તરાખંડનો સૌથી મોટો વ્યક્તિગત કરદાતા તરીકે ઊભરી આવ્યો છે. રિષભ પંતે નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ દરમ્યાન ૨૩.૮૪ કરોડ રૂપિયાનો ઇન્કમ ટૅક્સ ચૂકવ્યો હતો.
હાલમાં ઇન્કમ ટૅક્સ ડેની ઉજવણીના કાર્યક્રમમાં ઉત્તરાખંડના મુખ્ય આવકવેરા કમિશનરે આ માહિતી શૅર કરી હતી. છેલ્લા નાણાકીય વર્ષમાં ૧૦.૫૦ કરોડ રૂપિયાના ઇન્કમ ટૅક્સ સાથે આ લિસ્ટમાં તે નંબર વન રહ્યો હતો.