તસવીરો : ગુડ બાય ગ્રેટ

04 December, 2012 04:14 AM IST  | 

તસવીરો : ગુડ બાય ગ્રેટ


મહાનનું માનભેર સ્વાગત ને પછી યાદગાર વિદાય



છેલ્લી વાર ક્રિકેટના રણમેદાનમાં : ગઈ કાલે સવારે પર્થમાં શેન વૉટ્સનની વિકેટ પડતાં ઇન્ટરનૅશનલ મૅચમાં છેલ્લી વખત બૅટિંગ કરવા ઊતરેલા રિકી પૉન્ટિંગનું સ્વાગત કરી રહેલા સાઉથ આફ્રિકાના પ્લેયરો. પૉન્ટિંગ માત્ર ૮ રન બનાવીને આઉટ થઈને પાછો જઈ રહ્યો હતો ત્યારે દરેક આફ્રિકન પ્લેયરે તેની સાથે હાથ મિલાવ્યા હતા. તેનો કૅચ પકડનાર જૅક કૅલિસ એ બધામાં છેલ્લો હતો.



હવે બધો સમય ફૅમિલીને : ગઈ કાલની મૅચ પછીના ઇનામ-વિતરણ સમારંભમાં પૉન્ટિંગ તેની પત્ની રિયાના તેમ જ મોટી પુત્રી એમી અને નાની દીકરી માત્તીસ સાથે આવ્યો હતો.



સાથીને ભારે હૃદયે આપ્યો સપોર્ટ : ગઈ કાલે પર્થમાં ઑસ્ટ્રેલિયાની હાર સાથે મૅચ પૂરી થઈ ત્યાર બાદ રિકી પૉન્ટિંગને ઉત્સાહભેર વિદાય આપી રહેલા તેના સાથીઓ ડેવિડ વૉર્નર (ઉપર, ડાબે) અને કૅપ્ટન માઇકલ ક્લાર્ક.



એ વખતે પૉન્ટિંગની પત્ની રિયા પણ નજીકના સ્ટૅન્ડમાં હતી. રિયાનાની સાથે પૉન્ટિંગનાં મમ્મી અને પપ્પા પણ હતાં.



તસવીરો : એએફપી