બ્લૅક લાઇવ્સ મૅટર્સ સંદર્ભે સંગકારાએ કહ્યું, રાતોરાત પરિવર્તન નથી આવતું

24 July, 2020 11:35 AM IST  |  Columbo | Agencies

બ્લૅક લાઇવ્સ મૅટર્સ સંદર્ભે સંગકારાએ કહ્યું, રાતોરાત પરિવર્તન નથી આવતું

કુમાર સંગકારા

શ્રીલંકા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન કુમાર સંગકારાનું બ્લૅક લાઇવ્સ મૅટર્સ સંદર્ભે કહેવું છે કે રાતોરાત પરિવર્તન નથી આવતું. એને માટે સમય લાગે છે. છેલ્લા કેટલાક સમયથી જાતિભેદના મુદ્દાને લીધે બ્લૅક લાઇવ્સ મૅટર્સ નામની પહેલ શરૂ કરવામાં આવી છે, જેને વિશ્વભરમાંથી અનેક રમતવીરોનો ટેકો પ્રાપ્ત થયો છે. આ સંદર્ભે કુમાર સંગકારાનું કહેવું છે ‘બ્લૅક લાઇવ્સ મૅટર્સ હોય કે પછી અન્ય કોઈ મુદ્દો હોય, સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારાં બાળકોને ઇતિહાસમાં જે વાસ્તવિક ઘટનાઓ ઘટી છે એનાથી અવગત કરાવો, ન કે તેના સૅનિટાઇઝ કરેલા વર્ઝનને રજૂ કરો. જો આપણને ઇતિહાસની વાસ્તવિક ઘટના ખબર પડે તો એ પ્રમાણે આપણે આપણો સ્વભાવ બદલી શકીએ છીએ. નાનપણથી આપણને આપણા દેશ સાથે પ્રેમ કરતાં શીખવાડવામાં આવે છે પણ ઘણી વાર એ વાતને આપણે આંખ બંધ કરીને અનુસરીએ છીએ કે બીજા દેશના કલ્ચરને જોતા જ નથી. કોઈ પણ પરિવર્તન રાતોરાત નથી આવતું. કોઈ એકાદ મહિનો વિરોધ કરીને ભૂલી જવામાં માલ નથી. આખા વિશ્વમાં આ એક ધીમી પ્રક્રિયા છે.’

kumar sangakkara cricket news sports news sri lanka