15 March, 2026 08:12 AM IST | London | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી લંડનમાં IPL 2026 માટે તૈયાર થઈ રહ્યો છે. બૅટિંગ-પ્રૅક્ટિસની સાથે વિરાટ કોહલીએ આકર્ષક લુક માટે નવી હેરસ્ટાઇલ પણ કરાવી છે. લંડનની ધ બાર્બર ક્લબ સૅલોંના માલિક અને પ્રખ્યાત હેરસ્ટાઇલિસ્ટ જૉર્ડન ટબેકમૅને કિંગ કોહલીની હેરકટ દરમ્યાનનો રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો. IPLમાં હાઇએસ્ટ ૮૬૬૧ રન કરનાર વિરાટ કોહલી ૨૮ માર્ચથી પોતાની ટીમ સાથે IPL ટાઇટલ ડિફેન્ડ કરવા મેદાન પર ઊતરશે.