રવીન્દ્ર જાડેજાએ નો-બૉલના ડ્રામા પછી શાર્દૂલ ઠાકુરને બરાબર ચીડવ્યો

26 May, 2026 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મૅચમાં એક રમૂજી ઘટના બની હતી. રાજસ્થાનની બૅટિંગ સમયે અંતિમ ઓવરના ચોથા બૉલે પેસ બોલર શાર્દૂલ ઠાકુરે રવીન્દ્ર જાડેજાને કૅચઆઉટ કરાવ્યો હતો.

રવીન્દ્ર જાડેજાએ નો-બૉલના ડ્રામા પછી શાર્દૂલ ઠાકુરને બરાબર ચીડવ્યો

વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મૅચમાં એક રમૂજી ઘટના બની હતી. રાજસ્થાનની બૅટિંગ સમયે અંતિમ ઓવરના ચોથા બૉલે પેસ બોલર શાર્દૂલ ઠાકુરે રવીન્દ્ર જાડેજાને કૅચઆઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ તેણે હાથની મુઠ્ઠી દેખાડીને રવીન્દ્ર જાડેજા સામે સેલિબ્રેશન કર્યું હતું.

જોકે અમ્પાયરે આ બૉલને નો-બૉલ જાહેર કરતાં પિચ પર પાછા આવી રહેલા રવીન્દ્ર જાડેજાએ શાર્દૂલ ઠાકુરની સેલિબ્રેશન કરીને રમૂજ કરી હતી. ફ્રી-હીટ સહિત બૅક-ટુ-બૅક બૉલમાં ફોર ફટકારીને રવીન્દ્ર જાડેજાએ ફરી શાર્દૂલ ઠાકુર સામે આવી હાથની મુઠ્ઠી દેખાડીને એને બરાબર ચીડવ્યો હતો. 

rajasthan royals mumbai indians ravindra jadeja shardul thakur IPL 2026 cricket news sports news