માર્ચ ૨૦૨૨થી ટેસ્ટ-ક્રિકેટના નંબર વન ઑલરાઉન્ડરનું સ્થાન છોડ્યું નથી જાડેજાએ

16 May, 2025 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ICC રૅન્કિંગ્સમાં ભારતીય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (૪૦૦ રેટિંગ પૉઇન્ટ)એ નંબર વન ટેસ્ટ-ઑલરાઉન્ડરનું સ્થાન જાળવી રાખ્યું છે. જાડેજાએ માર્ચ ૨૦૨૨થી રેકૉર્ડબ્રેક ૧૧૫૨ દિવસ માટે નંબર વન ICC ટેસ્ટ-ઑલરાઉન્ડર રૅન્કિંગ જાળવી રાખીને ઇતિહાસ રચ્યો છે.

ગઈ કાલે રવીન્દ્ર જાડેજાએ શૅર કર્યો હતો તેનો ટેસ્ટ-જર્સીનો અનોખો એડિટેડ ફોટો

ICC રૅન્કિંગ્સમાં ભારતીય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (૪૦૦ રેટિંગ પૉઇન્ટ)એ નંબર વન ટેસ્ટ-ઑલરાઉન્ડરનું સ્થાન જાળવી રાખ્યું છે. જાડેજાએ માર્ચ ૨૦૨૨થી રેકૉર્ડબ્રેક ૧૧૫૨ દિવસ (૩૮ મહિનાથી વધુ) માટે નંબર વન ICC ટેસ્ટ-ઑલરાઉન્ડર રૅન્કિંગ જાળવી રાખીને ઇતિહાસ રચ્યો છે. તેણે આ સિદ્ધિ હાંસલ કરવા માટે જૅક કૅલિસ, કપિલ દેવ અને ઇમરાન ખાન જેવા દિગ્ગજ ઑલરાઉન્ડરને પાછળ છોડી દીધા છે.

માર્ચ ૨૦૨૨માં તેણે આ સ્થાન મેળવ્યું એ પહેલાં વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ કૅપ્ટન જેસન હોલ્ડર નંબર વન ઑલરાઉન્ડર હતો. ૩૬ વર્ષના જાડેજાએ ૨૦૨૨થી ૨૩ ટેસ્ટ-મૅચમાં ૧૧૭૫ રન ફટકારી ૯૧ વિકેટ લીધી છે.

ravindra jadeja international cricket council world test championship test cricket cricket news sports news