ઇંગ્લેન્ડમાં અશ્વિનનો સિતારો ચમક્યો એક જ ઇનીંગમાં ઝડપી 6 વિકેટ

14 July, 2019 11:58 PM IST  |  Mumbai

ઇંગ્લેન્ડમાં અશ્વિનનો સિતારો ચમક્યો એક જ ઇનીંગમાં ઝડપી 6 વિકેટ

Mumbai : ભારતીય સ્ટાર ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને શાનદાર પ્રદર્શન કરતા કાઉન્ટી ક્રિકેટમાં એકવાર ફરી પોતાની શાનદાર રમત દર્શાવી છે. અશ્વિને નૉટિંઘમશાયર તરફથી રમતા સરેની સામે બીજા દિવસે 69 રન આપીને 6 વિકેટ પોતાના નામે કરી. આ 6 વિકેટોમાં ટૉપનાં 4 બેટ્સમેનો સામેલ છે. અશ્વિનનાં આ શાનદાર પ્રદર્શનનાં દમ પર નૉટિંઘમશાયરે સરેને તેની પહેલી ઇનિંગમાં 240 રન પર ઑલઆઉટ કરી દીધું હતુ.



તેના જવાબમાં નૉટિંઘમશાયરે એક વિકેટે 33 રન બનાવ્યા છે. નૉટિંઘમશાયર હજુ સરેનાં સ્કોર કરતા 207 રન પાછળ છે, જ્યારે તેની 9 વિકેટો બાકી છે. અશ્વિને આ પહેલા સમરસેટની સામે 5 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેણે અણનમ 41 રનની ઇનિંગ પણ રમી હતી. સ્ટાર ઑફ સ્પિનર અશ્વિન ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. અશ્વિને ભારત તફથી 65 ટેસ્ટ, 111 વન ડે અને 46 ટી-20 મેચ રમી છે, જેમાં ક્રમશ: 342, 150 અને 52 વિકેટે મળવી છે.

cricket news ravichandran ashwin