17 June, 2025 09:49 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન
તામિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) 2025માંથી ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને સંબંધિત વધુ એક વિવાદ સામે આવ્યો છે. અશ્વિનની આગેવાની હેઠળની ટીમ ડિંડીગુલ ડ્રૅગન્સ સામે બૉલ-ટૅમ્પરિંગનો આરોપ લાગ્યો છે. આયોજકોએ આરોપ લગાવનાર સીચેમ મદુરાઈ પૅન્થર્સને પુરાવા રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે.
પૅન્થર્સે ૧૪ જૂનની મૅચ દરમ્યાન ડ્રૅગન્સ દ્વારા ટુવાલની મદદથી રસાયણનો ઉપયોગ કરીને બૉલ સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો છે. અહેવાલ અનુસાર મેદાન અમ્પાયરોની હાજરીમાં ભીના બૉલને સૂકવવા ટુવાલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અશ્વિનની ટીમે આ મૅચમાં ૧૫૧ રનનો ટાર્ગેટ ૧૨.૩ ઓવરમાં ચેઝ કરીને નવ વિકેટે જીત મેળવી હતી.